Political/ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણ આપવા બદલ FIR

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અસદુદ્દીન ઓવૈસી ગુરુવારે બારાબંકી પહોંચ્યા હતા.

Top Stories India
11 42 AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણ આપવા બદલ FIR

બારાબંકીનાં નગર કોતવાલી ખાતે AIMIM નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને આયોજક મંડળ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઓવૈસી સામે પરવાનગી વગર જાહેર સભાઓ યોજવા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવા બદલ કલમ 144 અને કોવિડ-19 અને મહામારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં ઓવૈસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો – પાર્ટી બદલુ નેતાઓ / છેલ્લા સાત વર્ષમાં, મોટાભાગના નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો, ભાજપને ફાયદો : ADR

આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અસદુદ્દીન ઓવૈસી ગુરુવારે બારાબંકી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતાને સંબોધી હતી. જ્યા તેમણે કથિત રીતે ભડકાઉ ભાષણ આપી જનતાને ગેર માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ત્યારબાદ તેમના પર ભડકાઉ ભાષણો કરવાનો આરોપ લગાવીને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, ઓવૈસીએ ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપતી વખતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. અસદુદ્દીન ઓવૈસી ઉપરાંત, બારાબંકી પોલીસે પણ ઇવેન્ટનાં આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઓવૈસી સામે IPC ની કલમ 153A, 188, 269, 270 અને મહામારી અધિનિયમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ઓવૈસી પર જાહેર સભા દરમિયાન કોરોના મહામારીનાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો – સાઉદી અરેબિયાનો તાલિબાન પ્રેમ / વિદેશ મંત્રીએ કહ્યું – અમે તેમની પાસેથી સારા શાસનની અપેક્ષા રાખીએ છીએ

રિપોર્ટ અનુસાર, કોરોનાને ધ્યાનમાં રાખીને, ઓવૈસીને 50 લોકોને જાહેર સભામાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં, જાહેર સભામાં ભારે ભીડ દેખાઈ હતી. બારાબંકીમાં જાહેર સભા દરમિયાન ઓવૈસીએ વહીવટીતંત્ર પર રામસનેહીઘાટમાં મસ્જિદ તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પોલીસનું કહેવું છે કે આ સાચું નથી. આમ કહીને, તે એક સમુદાયને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે કોમી સંવાદિતા ભંગ થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, ગુરુવારે બારાબંકીમાં જનતાને સંબોધિત કરતી વખતે ઓવૈસીએ કહ્યું કે, ટ્રિપલ તલાક કાયદો મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ છે. આ કાયદાથી પુરુષો વધુ શક્તિશાળી બન્યા છે. આ પછી તે CAA કાયદો બંધારણની વિરુદ્ધ છે. તે ધર્મનાં આધારે બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આ દરમિયાન તેમણે કહ્યું હતું કે UAPA કાયદાનો મોટા ભાગનો ઉપયોગ ભાજપ સરકારમાં મુસ્લિમો અને દલિતો પર થઈ રહ્યો છે.