મોરબી પુલ હોનારત/ મોરબી ઝુલતા બ્રિજ મામલે સરકારી વકિલે કર્યો આ મોટો ખુલાસો,જાણો

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા.

Top Stories Gujarat
10 મોરબી ઝુલતા બ્રિજ મામલે સરકારી વકિલે કર્યો આ મોટો ખુલાસો,જાણો

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીનો ઝૂલતો પુલ કાળ બનીને 136 લોકોને ભરખી ગયો છે. ત્યારે આ ઘટના મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ તપાસ ચાલુ છે. આ ઉપરાંત સરકારે પણ સ્પેશિયલ ટીમ બનાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે. આજે આ તમામ નવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. ત્યાં જ ચાર આરોપીઓને શનિવાર સુધી રિમાન્ડ પર મોકલાયા છે.કોર્ટની કાર્યવાહી બાદ સરકારી વકીલ દ્વારા પુલના રિનોવેશનમાં કરાયેલી મોટી બેદરકારી વિશે તપાસમાં થયેલા ખુલાસાઓ પર નિવેદન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેંખનીય છે કે સરકારી વકીલ હરસેન્દૂ પંચાલે જણાવ્યું હતું કે, બ્રિજના જે વાયર હતા તે બદલવામાં જ નહોતા આવ્યા, માત્ર ફ્લોરિંગ બદલવામાં આવ્યું છે. એમણે જે એલ્યુમિનિયમનું ફોર લેયર કર્યું છે, તેના વજનના કારણે કેબલ તૂટી ગયા તપાસમાં એવું નીકળ્યું છે  વાસત્વમાં  મોરબીના રાજા દ્વારા બનાવાયેલા જૂના બ્રિજ પર પહેલા ફ્લોરિંગ લાકડાનું હતું, જેના કારણે પુલનો વજન પણ ઓછો રહેતો હતો. જોકે એલ્યુમિનિયમના ફ્લોરિંગના કારણે તેનો વજન વધી ગયો હતો. ઉપરાંત કેબલ બદલવામાં નહોતા આવ્યા, એવામાં લોકો વધી જતા એલ્યુમિનિયમ અને લોકોના વજનનાક કારણે આ કેબલ તૂટી ગયા અને લોકો સીધા નદીમાં પડ્યા.