મુલાકાત/ રાહુલ ગાંધીની ઓસ્માનિયા યુનિવર્સિટી ખાતે ‘બિન-રાજકીય’ મુલાકાતને યુનિવર્સિટીનો ઇનકાર

રાહુલ ગાંધીની 7 મેના રોજ કેમ્પસની મુલાકાતની યોજના હતી તે પહેલા જ મંજૂરી રદ કરવામાં આવી છે.

Top Stories India
1122 રાહુલ ગાંધીની ઓસ્માનિયા યુનિવર્સિટી ખાતે ‘બિન-રાજકીય’ મુલાકાતને યુનિવર્સિટીનો ઇનકાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તેલંગાણાની ઓસ્માનિયા યુનિવર્સિટીની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. હકીકતમાં, દેશની જાણીતી ઓસ્માનિયા યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને તેના કેમ્પસની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી. રાહુલ ગાંધીની 7 મેના રોજ કેમ્પસની મુલાકાતની યોજના હતી તે પહેલા જ મંજૂરી રદ કરવામાં આવી છે.

 યુનિવર્સિટીએ પ્રવાસ રદ કરવા અંગે લેખિતમાં માહિતી આપી નથી. પરંતુ ઓસ્માનિયા યુનિવર્સિટીની સત્તાવાર કાઉન્સિલે આ વાતને નકારી કાઢી છે. ત્યારથી કોંગ્રેસ અને ટીઆરએસ આમને-સામને છે.આ બાબતને લઈને કોંગ્રેસે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવ્યો છે કે TRSએ રાહુલ ગાંધીની મુલાકાત રોકવા માટે યુનિવર્સિટી પર દબાણ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય જગ્ગા રેડ્ડીએ કહ્યું છે કે રાહુલ ગાંધીની ઓસ્માનિયા યુનિવર્સિટીની મુલાકાત ન લે તે માટે રાજ્ય સરકારે સંસ્થા પર દબાણ બનાવ્યો છએ. .

તેમણે કહ્યું કે હંમેશાથી તેલંગાણા આંદોલન સહિત વિદ્યાર્થીઓના આંદોલનો માટે જાણીતું છે. જ્યારે અમે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પ્રવાસ બિન-રાજકીય રહેશે પરંતુ પછી તેઓએ તેને રદ કરી દીધો. આ કાર્યક્રમ માટે અરજી 23 એપ્રિલે કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રવાસ બિનરાજકીય રહેશે. આ સિવાય કેટલાક વિદ્યાર્થીઓએ આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. તેઓ તેલંગાણા હાઈકોર્ટમાં ગયા અને કહ્યું કે રાહુલ ગાંધીને કેમ્પસમાં જવા દેવા જોઈએ.

 એક અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2017માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કેમ્પસમાં રાજનીતિ તેમજ બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ રજૂ કર્યો હતો. આવો પ્રસ્તાવ જૂન 2017માં મૂકવામાં આવ્યો હતો અને તેને અપનાવવામાં આવ્યો હતો. આના એક વર્ષ પહેલા હાઇકોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સિટી કેમ્પસમાં રાજકીય અને જાહેર સભાઓને મંજૂરી ન આપવાનો આદેશ આપ્યો હતો. તે દરમિયાન રાજકીય ગતિવિધિઓને કારણે પડતી મુશ્કેલી અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.