Not Set/ કેરળમાં કોરોનાનો કહેર યથાવત, હવે વેક્સિન લેવી ફરજિયાત

ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી આજે બે વર્ષે પણ દુનિયાને પડકાર આપી રહ્યુ છે. વળી ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

Top Stories India
કોરોનાનો

ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોનાનો વાયરસ મહામારી આજે બે વર્ષે પણ દુનિયાને પડકાર આપી રહ્યુ છે. વળી ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જો કે આ પાછળનું કારણ કેરળ રાજ્ય કહી શકાય. કેરળમાં દેશનાં 50 ટકા કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.

11 26 કેરળમાં કોરોનાનો કહેર યથાવત, હવે વેક્સિન લેવી ફરજિયાત

આ પણ વાંચો – સુનાવણી / ગુજરાતની 1101 હોસ્પિટલો પાસે ફાયર સેફટીની સુવિધા નથી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઇ શકે છે

આપને જણાવી દઇએ કે, કેરળમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે, તમિલનાડુ સરકારે રવિવારે કહ્યું કે, 5 ઓગસ્ટથી પડોશી રાજ્યમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ અથવા વેક્સિનનાં બંને ડોઝનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. વળી, કર્ણાટક સરકાર દ્વારા માત્ર તે જ લોકોને રસી આપવામાં આવી છે જેમને કેરળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કર્ણાટક વહીવટીતંત્રએ કેરળથી આવતા જાહેર વાહનો પર પણ પ્રતિબંધ મુક્યો છે. જણાવી દઈએ કે, કેરળમાં કોરોનાનો વધતા જતા કેસો વચ્ચે, પડોશી રાજ્યોએ અહીંથી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 6 દિવસમાં કેરળમાં 1 લાખથી વધુ કોરોના સંક્રમણનાં કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, પડોશી રાજ્યો કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં નિયમો કડક કરવામાં આવ્યા છે. કેરળથી આવતા લોકો માટે તમિલનાડુ સરકાર દ્વારા RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, કર્ણાટક સરકારે કેરળથી આવતા લોકો માટે વેક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું છે.

11 27 કેરળમાં કોરોનાનો કહેર યથાવત, હવે વેક્સિન લેવી ફરજિયાત

આ પણ વાંચો – અમિત શાહની એન્ટ્રી અસર દેખાવવા લાગી / આસામ પોલીસ મિઝોરમ સાંસદ સામે નોંધાયેલી FIR પાછી ખેંચી લેશે

વળી, કર્ણાટક સરકારે જાહેર પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 6 દિવસથી કેરળમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણનાં 20 હજારથી વધુ કેસ દરરોજ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, કેરળ સરકાર કોરોનાનો સંક્રમણનાં કેસોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, નવું ડેલ્ટા વેરિએન્ટ રાજ્યનાં ઘણા ભાગોમાં પણ ફેલાયેલું છે.