Not Set/ કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાતા ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો વાઘ

દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે અસમમાં પણ સ્થિતિ બેકાબુ બની છે. અહીનાં ખેડૂતો પૂરનાં કારણે ખૂબ પરેશાન થઇ ગયા છે. તેમના પાક આ પૂરનાં કારણે ડૂબી ગયા છે. અહી પૂરનાં કારણે અત્યાર સુધીમાં અંદાજે 57, 51,938 લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે પ્રદેશનાં કાઝીરંગા સ્થિત હરમતિ વિસ્તારમાં આવેલ એક […]

Top Stories India
tiger in bed કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાતા ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો વાઘ

દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે અસમમાં પણ સ્થિતિ બેકાબુ બની છે. અહીનાં ખેડૂતો પૂરનાં કારણે ખૂબ પરેશાન થઇ ગયા છે. તેમના પાક આ પૂરનાં કારણે ડૂબી ગયા છે. અહી પૂરનાં કારણે અત્યાર સુધીમાં અંદાજે 57, 51,938 લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે પ્રદેશનાં કાઝીરંગા સ્થિત હરમતિ વિસ્તારમાં આવેલ એક ઘરમાંથી ચોંકાવનારો ફોટો સામે આવ્યો છે. અહી જ્યારે કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઇ ગયુ તો એક વાઘ ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો.

tiger asssaam કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાતા ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો વાઘ

વાઘનાં ઘરનાં બેડ પર આરામ કરતો ફોટો જોઇ લોકો પણ હેરાન થઇ ગયા છે. વળી ટ્વીટર પર આ ફોટો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આસમનાં કાઝીરંગા નેશનલ પાર્કનાં 95 ટકા ભાગમાં પાણી ભરાઇ જવાને કારણે પાર્કમાં રહેલા પ્રાણીઓ માણસોનાં રહેણાંકવાળા વિસ્તારોમાં આવી ગયા છે. બીજી તરફ રેસ્ક્યૂ ટીમ પાર્કમાં ફસાયેલા પ્રાણીઓને બચાવવામાં લાગી ગઇ છે.

f721bd85 2872 450a 9102 56f01e9ac4cf 1539228286 કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાતા ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો વાઘ

વાઘનાં રહેણાક વિસ્તારમાં આવીને એક ઘરનાં બેડ પર જોવામાં આવ્યો, જેને લઇને અધિકારીઓનું કહેવુ છે કે, નેશનલ પાર્કમાં પાણી ભરાઇ જવાના કારણે વાઘને ખાવાનું નહોતુ મળી રહ્યુ અને આ જ કારણે તે ખાવાની શોધમાં ઘરમાં આવ્યો હોવાની સંભાવનાઓ છે. અહી તેને આરામ દાયક બેડ મળી ગયુ એટલે તે આરામ કરવા લાગ્યો. તેમણે કહ્યુ કે, વાઘ ભૂખ્યો છે તેની જાણ રેસ્ક્યૂ કરતા સમયે થઇ હતી.

l Tiger2 1563440262 કાઝીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાતા ઘરનાં બેડ પર આરામ કરતો જોવા મળ્યો વાઘ

હાલાત બેકાબુ બનેલા હોવાના કારણે અધિકારીઓએ વાઘને પરેશાન કરવાની જગ્યાએ તેની મૂવમેન્ટ પર વધારે નજર રાખી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અહી નેશનલ પાર્કમાં દુનિયાનાં સૌથી વધુ ગેંડા જોવા મળે છે. સતત થઇ રહેલા વરસાદનાં કારણે પાર્કનાં પ્રાણીઓની હાલત ખરાબ થઇ રહી છે. જેને સુરક્ષિત માહોલમાં મોકલવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાર્કમાં પાણી ભરાઇ જવાના કારણે એક વાઘને રહેણાક વિસ્તારમાં આવવુ પડ્યુ ત્યારે અધિકારીઓ સુનિશ્ચિત કરી રહ્યા છે કે આવો કિસ્સો ફરી બને નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.