ડ્રેગન/ ચીની સૈનિકો સરહદના ડેમચોક સિંધુ નદી પાસે ઘૂસીને દલાઇ લામાના જન્મદિવસનો વિરોધ કર્યો

ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મીએ ડેમચોક સિંધુ નદી પાસે બેનરો અને ચીની ધ્વજ લહેરાવ્યા હતા.

Top Stories
ચીન ચીની સૈનિકો સરહદના ડેમચોક સિંધુ નદી પાસે ઘૂસીને દલાઇ લામાના જન્મદિવસનો વિરોધ કર્યો

ચીને ફરી એકવાર  ભારત-ચીન સરહદ પર અવડચંડાઇ શરૂ કરી છે.   ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મીએ ડેમચોક સિંધુ નદી પાસે બેનરો અને ચીની ધ્વજ લહેરાવ્યા હતા. આ વિસ્તાર લદ્દાખના ક્ષેત્રમાં આવે છે. આ બનાવ 6 જુલાઈના રોજ બન્યું હતું. મળતી માહિતી મુજબ  આ દિવસે દલાઈ લામાનો જન્મદિવસ હતો. દલાઈ લામાના જન્મદિવસ પર પોતાનો વિરોધ દર્શાવવા ચીની સૈનિકો લદ્દાખ નજીક સરહદમાં પ્રવેશ્યા હતા.  અહેવાલ અનુસાર, ચીની સૈનિકો અને કેટલાક સ્થાનિક લોકો સિંધુ નદીના બીજા કિનારે પહોચ્યા હતા.નોંધનીય છે કે  કેટલાક ભારતીય ગ્રામજનો દલાઈ લામાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. તેની સામે, ચીનમાંથી કેટલાક લોકો લાલ ડંડાઓ સાથે લદાખના આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા.

મળતી માહિતી મુજબ, ચીની સૈનિકો અને સ્થાનિક લોકો 5 વાહનોમાં આવી પહોચ્યાં  હતા. આ લોકો ત્યાં પહોચી ગયા હતા જ્યાં દલાઈ લામાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ પછી, આ લોકો વિરોધ  પ્રર્દશન કરતી વખતે બેનરો બતાવવા લાગ્યા હતા,ઉલ્લેખનીય છે કે  ગયા અઠવાડિયે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલાઇ લામાને તેમના 86 મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા.