Not Set/ બ્રિટેનની કોર્ટ તરફથી ભાગેડુ વિજય માલ્યાને મળી રાહત, બ્રિટિશ કોર્ટે માલ્યાના જામીનને લંબાવ્યા

લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યાને તેની સામે કરવામાં આવેલા પ્રત્યાર્પણના કેસના સંબંધમાં લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આજે જામીન મંજુર કર્યા છે. કોર્ટ તરફથી વિજય માલ્યાને રાહત મળી છે, ત્યારે કોર્ટે આગામી સુનાવણી હવે ૧૨ સપ્ટેમ્બરે હાથ ધરવાની જાહેરાત કરી હતી. ભાગેડુ વિજય માલ્યા પર ૧૭ ભારતીય બેંકનુ રુપિયા ૯ હજાર કરોડથી વધુ જંગી દેવુ છે. ગત […]

Top Stories India
vijay mallya બ્રિટેનની કોર્ટ તરફથી ભાગેડુ વિજય માલ્યાને મળી રાહત, બ્રિટિશ કોર્ટે માલ્યાના જામીનને લંબાવ્યા

લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યાને તેની સામે કરવામાં આવેલા પ્રત્યાર્પણના કેસના સંબંધમાં લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે આજે જામીન મંજુર કર્યા છે. કોર્ટ તરફથી વિજય માલ્યાને રાહત મળી છે, ત્યારે કોર્ટે આગામી સુનાવણી હવે ૧૨ સપ્ટેમ્બરે હાથ ધરવાની જાહેરાત કરી હતી. ભાગેડુ વિજય માલ્યા પર ૧૭ ભારતીય બેંકનુ રુપિયા ૯ હજાર કરોડથી વધુ જંગી દેવુ છે.

ગત વર્ષે એપ્રિલમાં અટકાયત બાદ વિજય માલ્યા હાલ જામીન પર છે.  આ પહેલા ૨૭ એપ્રિલે વેસ્ટમિન્સ્ટર કોર્ટે સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા પુરાવાઓને માન્ય રાખ્યા હતા. તાજેતરમાં જ બ્રિટેનની એક કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓને વિજય માલ્યાની બ્રિટેન સ્થિત સંકુલમાં જવા અને તેની સંપત્તિ જપ્ત કરવાની મંજુરી આપી હતી. ત્યારે વિજય માલ્યાએ જણાવ્યુ હતું કે, બ્રિટેનમાં મારી પાસે કેટલીક કાર અને થોડી જ્વેલરી જ છે. હું આ ગમે ત્યારે તપાસ એજનસીને સોંપવા તૈયાર છું. અહીં મારા નામ પર કોઈ પ્રોપર્ટી નથી.

૧૯ બેંકના કન્સોર્ટિયમે માલ્યાની કિંગ ફિશર એરલાઈન્સને લોન આપી હતી. ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ સુધી વિજય માલ્યા પર બેંકોના રુપિયા ૬૯૬૩ કરોડ બાકી લેણાં હતા. ૨૦૧૬ સુધીમાં આ રકમ વધીને રુપિયા ૯૦૦૦ કરોડ કરતા પણ વધી ગઈ છે. હવે વ્યાજ સહિત માલ્યા પાસેથી રુપિયા ૧૦,૦૦૦ કરોડ કરતા વધુ રકમ બાકી લેણી નીકળે છે.

દેવુ ચુકવવાનુ દબાણ વધતા માર્ચ ૨૦૧૬માં વિજય માલ્યા વિદેશી ભાગી ગયો હતો. બેંક અત્યાર સુધીમાં માત્ર રુપિયા ૯૬૫ કરોડ જ માલ્યા પાસેથી વસુલ કરી શકી છે. તાજેતરમાં એવા પણ સમાચાર આવ્યા હતા કે વિજય માલ્યા ભારત પરત આવવા તૈયાર છે. તે ભારતમાં ચાલી રહેલા કેસોનો સામનો કરવા પણ તૈયાર છે. આ માટે તેણે ઈડીના અધિકારીઓ સાથે વાત પણ કરી હતી.