Not Set/ તમને દિવસે વધુ ઉંઘ આવે છે,તો આ બિમારી લાગુ પડવાના પુરા ચાન્સ છે

અમદાવાદ જો તમને દિવસે વધુ ઊંઘ લેવાની આદત હોય તો તમારા માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે. કારણકે દિવસમાં 1 કલાકથી વધુ સમય ઊંઘવાથી વ્યક્તિને ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો 45 ટકા વધી જાય છે.  તાજેતરમાં કરવામાં આવેલ એક નવા સંશોધનમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુનિવર્સિટી ઓફ ટોકિયોના સંશોધકોએ 3 લાખથી વધુ લોકોની […]

Health & Fitness Lifestyle
HHJ e1535722260955 તમને દિવસે વધુ ઉંઘ આવે છે,તો આ બિમારી લાગુ પડવાના પુરા ચાન્સ છે

અમદાવાદ

જો તમને દિવસે વધુ ઊંઘ લેવાની આદત હોય તો તમારા માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે. કારણકે દિવસમાં 1 કલાકથી વધુ સમય ઊંઘવાથી વ્યક્તિને ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો 45 ટકા વધી જાય છે.  તાજેતરમાં કરવામાં આવેલ એક નવા સંશોધનમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

યુનિવર્સિટી ઓફ ટોકિયોના સંશોધકોએ 3 લાખથી વધુ લોકોની ભાગીદારી ધરાવતા 21 સંશોધનોના ડેટાના આધારે આ તારણ તાર્યુ છે. સંશોધકોના જણાવ્યા મુજબ દિવસના સમયે 60 મિનિટથી વધુ સમયની ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક સાબિત થાય છે. જોકે તેમણે એ પણ જણાવ્યુ હતું કે, 40 મિનિટથી ઓછા સમયની ઊંઘ લેવાથી ડાયાબિટીસનો કોઈ ખતરો સર્જાતો નથી. સંશોધનકર્તાઓનું કહેવુ છે કે દિવસે 1 કલાકથી વધુ સમયની ઊંઘ લેવાથી વ્યક્તિની રાત્રિની ઊંઘ પ્રભાવિત થાય છે. જેના કારણે તેને હાર્ટએટેક, મસ્તિકાઘાત, હૃદય સંબંધિત બિમારીઓ તેમજ ટાઈપ-2 ડાયાબિટીસ સહિતની સમસ્યાનો ખતરો રહેલો છે.

સંશોધનકર્તાઓનું કહેવુ છે કે, અસંતુલિત જીવનશૈલીના કારણે ઊંઘ પુરી ન થતા પરિણામે વ્યક્તિમાં ભૂખ વધુ લાગે છે અને તે ગળ્યુ ખાવા પ્રેરિત થાય છે. જેના કારણે આવા વ્યક્તિઓમાં ટાઈપ-2 ડાયાબિટીસ થવાનો ખતરો 45 ટકા સુધી વધી જતો હોય છે.

સંશોધકોએ વધુમાં જણાવ્યુ છે કે દિવસમાં 45 મિનિટ સુધીની ઊંઘ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ઊંઘ વ્યક્તિને થાકમાંથી મુક્તિ આપીને તેનામાં નવી ઊર્જાનો સંચય કરે છે. પરંતુ આ જ ઊંઘ જ્યારે 45 મિનિટથી વધી જાય છે ત્યારે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થવા લાગે છે, જે અનેક પ્રકારની બિમારીઓને આમંત્રણ આપે છે.