Not Set/ ડીપ્રેશનના લીધે ઘટી શકે છે ગર્ભધારણની શક્યતા

સતત ડિપ્રેશનમાં રહેતી મહિલાઓની ગર્ભધારણની શક્યતાઓ ઘટી જતી હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, ડિપ્રેશનમાં રહેતી મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ગર્ભધારણની શક્યતાઓ સામાન્ય મહિલાઓની સરખામણીએ ૩૮ ટકા જેટલી ઘટી જતી હોય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ, સંશોધનમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ ડિપ્રેશનની પરિસ્થિતિમાં લેતી ગોળીઓ પણ તેમની ગર્ભધારણની સંભાવના પર […]

Health & Fitness Lifestyle
ડીપ્રેશનના લીધે ઘટી શકે છે ગર્ભધારણની શક્યતા

સતત ડિપ્રેશનમાં રહેતી મહિલાઓની ગર્ભધારણની શક્યતાઓ ઘટી જતી હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, ડિપ્રેશનમાં રહેતી મહિલાઓને માસિક ચક્ર દરમિયાન ગર્ભધારણની શક્યતાઓ સામાન્ય મહિલાઓની સરખામણીએ ૩૮ ટકા જેટલી ઘટી જતી હોય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ, સંશોધનમાં જાણવા મળ્યુ છે કે મહિલાઓ ડિપ્રેશનની પરિસ્થિતિમાં લેતી ગોળીઓ પણ તેમની ગર્ભધારણની સંભાવના પર ખૂબ જ નકારાત્મક અસર પહોંચાડે છે. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યુ હતું કે, અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, વાંઝણાપણુ અને ડિપ્રેશન દૂર કરતી દવાઓ વચ્ચે ગાઢ સંબંધ હોવા છતા વર્તમાન સમયમાં ડિપ્રેશનની દવાઓથી ગર્ભ ધારણની સંભાવના પર કોઈ નકારાત્મક અસર થતી જાવા મળતી નથી.

સંશોધક નિલ્લનીએ જણાવ્યુ હતું કે, અમારા સંશોધન મુજબ, ડિપ્રેશનના મધ્યમથી ગંભીર લક્ષણના કારણે ગર્ભધારણમાં વિલંબ થઈ શકે છે.  જાકે, તેનાથી એ વાત પર કોઈ અશર થતી નથી કે તે મહિલા અત્યારે ડિપ્રેશનમાં કઈ દવાનુ સેવન કરી રહી છે. ડિપ્રેશનમાં રહેતી મહિલાઓ કોઈપણ દવાનુ સેવન કરતી હોય તેના ગર્ભધારણની શકિત વધુ વિકસીત થઈ શકતી નથી. જેથી યોગ્ય સમયે ગર્ભધારણ માટે મહિલાઓ ડિપ્રેશનથી દૂર રહે તે જરુરી બની જાય છે.

ઉલ્લેખનીય છે કે  આ સંશોધન અમેરિકન જનરલ ઓફ અબ્સ્ટ્રેટિપસ એન્ડ માઈનોકોલોજીમાં પ્રકાશિત કરાયુ છે.