Recipe/ ઉનાળામાં ઘરે જ બનાવીને પીવો કાજુ શેક, બાળકો થઇ જશે ખુશ

ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય. એમાં ચીકૂ નું શેક બહુ વધારે બનાવામાં આવે. પણ એક ના એક ચીકૂ ના શેક કરતા આપણે કોઈક નવું શેક બનાવીએ તો કેવું સરસ લાગે.

Food Lifestyle
કાજુ શેક

ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય. એમાં ચીકૂ નું શેક બહુ વધારે બનાવામાં આવે. પણ એક ના એક ચીકૂ ના શેક કરતા આપણે કોઈક નવું શેક બનાવીએ તો કેવું સરસ લાગે. એટલે હું આજે એક એવા અલગ શેક ની રેસીપી અહીંયા બતાવી રહી છું એ છે કાજુ શેક. જો તમે આ શેક બનાવશો તો બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે.

સામગ્રી

એક કપ કાજુ

ગ્લાસ દૂધ

3 ચમચી ખાંડ

થોડી ઈલાયચી પાવડર

3 બરફ ના ટૂકડા

1 ગ્લાસ ફૂલ ફેટનું ઠંડુ દૂધ

ગાર્નીશ માટે

 ટૂટી ફ્રૂટી

બનાવવાની રીત

થોડું પાણી નવશેકું ગરમ કરીને કાજુ એમાં અડધો કે એક કલાક માટે પલાળી દો જેથી તે સરસ ચોખ્ખા અને પોચા થઈ જશે. ત્યારબાદ કાજુને 10 થી 15 મિનિટ માટે દૂધમાં પલાળીને રાખો. હવે એક બ્લેન્ડર જારમાં બધી સામગ્રી અને અડધું દૂધ ઉમેરી દો.

 કાજુ શેક

થોડા સમય પછી મિક્સરમાં ઠંડુ દૂધ, કાજૂ અને ખાંડ નાખી સારી રીતે પીસી લો. તૈયાર શેકને જુદા ગ્લાસમાં કાઢી લો. તેમાં ઈલાયચી પાવડર નાખીને થોડા સમય ફ્રીઝ માં મૂકી દો. પછી ઉપરથી બરફના ટુકડા પણ નાંખો. સર્વ કરવા ના ગ્લાસ માં ભરી લો અને સર્વ કરો.

આ પણ વાંચો :જો તમારે પાતળા થવું હોય તો આ 5 મસાલાને ડાયટનો ભાગ બનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

આ પણ વાંચો :ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે કયા ખોરાકને ટાળવો જોઈએ, અહીં જાણો

આ પણ વાંચો :મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી..