Insomnia/ શું તમને પણ રાત્રે સમયસર ઊંઘ નથી આવતી? આ પદ્ધતિઓ અપનાવો…

જ્યારે તમે ખાસ કરીને તણાવ અને ચિંતાને કારણે ઊંઘી શક્તા નથી ,ત્યારે તમારે માટે પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સૂતી વખતે તમારી જીભને આરામ આપીને તેને તમારા મોંના ફ્લોર પર સ્પર્શ કરો. હવે ચાર સેકન્ડ માટે ધીરે ધીરે શ્વાસ લો. આ પછી,…………….

Lifestyle Tips & Tricks Health & Fitness
YouTube Thumbnail 2024 03 19T161242.745 શું તમને પણ રાત્રે સમયસર ઊંઘ નથી આવતી? આ પદ્ધતિઓ અપનાવો...

Health News: શું તમને રાત્રે સમયસર ઊંઘી આવતી નથી? જો તમે અનિદ્રાની સમસ્યાથી પરેશાન હોવ તો લાંબા ગાળે તે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે સારું નથી. હકીકતમાં, એવી અનેક પદ્ધતિઓ છે જેની મદદથી તમે તમારી જાતને તણાવમુક્ત રાખીને ઊંઘની સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છો.

રાત્રે સૂતા પહેલા આ કામ કરો

રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવા જોઈએ, દરરોજ આ નિત્યક્રમનું પાલન કરવાથી, તમારું મગજ સમજે છે કે સૂવાનો સમય થઈ ગયો છે. તેથી તમારે દરરોજ એક નિશ્ચિત ક્રમમાં પદ્ધતિઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે

દરરોજ પ્રાણાયામ કરો

જ્યારે તમે ખાસ કરીને તણાવ અને ચિંતાને કારણે ઊંઘી શક્તા નથી ,ત્યારે તમારે માટે પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સૂતી વખતે તમારી જીભને આરામ આપીને તેને તમારા મોંના ફ્લોર પર સ્પર્શ કરો. હવે ચાર સેકન્ડ માટે ધીરે ધીરે શ્વાસ લો. આ પછી, તમારા શ્વાસને સાત સેકન્ડ માટે રોકો અને અંતે આઠ સેકન્ડ માટે ધીમે ધીમે શ્વાસ છોડો. જ્યાં સુધી તમને ઊંઘ ન આવે ત્યાં સુધી આનું પુનરાવર્તન કરતા રહો. આ પ્રાણાયામને ત્રણ-ચાર વખત કરવાથી તમને સરળતાથી ઉંઘની સમસ્યા દૂર થતી દેખાશે.

સૂતા પહેલા ડાયરી લખો

મનોવૈજ્ઞાનિકોના અનુસાર, મનને ચોખ્ખું રાખવું અને તેને કોઈપણ તણાવથી મુક્ત રાખવું એ શરીરને આરામ આપવો તેમજ આરામથી સૂવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રાત્રે સૂતા પહેલા જર્નલ લખવું એ સારી પ્રેક્ટિસ છે. આ રીતે, જ્યારે તમે એક ડાયરીમાં પોતાના વિચારો લખો છો અને તમારા મગજમાંથી મોટાભાગના નકારાત્મક વિચારોને દૂર કરો છો. ત્યારે તમને ઊંઘમાં સમસ્યા પડતી નથી.

રાત્રે હળવા ખોરાકનું સેવન કરો

રાત્રે હળવા ખોરાકનું સેવન કરો અને સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ખોરાકનું સેવન કરવું જોઈએ. રાત્રે જમતી વખતે ખાંડ, પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને કેફીનવાળા ખોરાકને ટાળવા જોઈએ રાત્રે સૂતા પહેલા દૂધ અથવા કેળાનું સેવન કરવાથી તમને ઝડપથી ઊંઘ આવશે કારણ કે તેમાં ટ્રિપ્ટોફન હોય છે જે ઊંઘ લાવવા માટે જાણીતું  છે.

કોઈપણ પ્રકારની સ્ક્રીનથી દૂર રહો

રાત્રે તમારા સૂવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલાં કોઈપણ પ્રકારની સ્ક્રીનથી દૂર રેહવાની  સલાહ આપવામાં આવે છે. આ સ્ક્રીનોમાંથી આવતી વાદળી પ્રકાશ શરીરમાં મેલાટોનિનના ઉત્પાદનને ઘટાડે છે. જો શક્ય હોય તો, તમારા મોબાઇલ ફોનને સાયલન્ટ કરીને ફોન દૂર મુકી દો. તેમજ તમે તમારી જાતને તણાવમુક્ત રાખીને ઊંઘની સમસ્યાને સરળતાથી દૂર કરી શકશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL 2024/ જે ક્ષેત્રએ નામના અપાવી તે જ કામ કરતા જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ…

આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી

આ પણ વાંચો:Patanjali Products/ સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવી