Beauty Tips/ દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

આ પાંચ દિવસના તહેવારમાં દરેક મહિલાઓ સુંદર દેખાવા માંગે છે. આ માટે તેઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને બ્યુટીપાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે

Fashion & Beauty Lifestyle
Untitled 537 દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

દિવાળીના તહેવાર શરુ થઇ ગયો છે. આ પાંચ દિવસના તહેવારમાં દરેક મહિલાઓ સુંદર દેખાવા માગે છે. આ માટે તેઓ અનેક પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને બ્યુટીપાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આજે અમે તમને ઘરે જ સરળ રીતે ફેશિયલ કરવાના સ્ટેપ જણાવી રહ્યા છીએ. આ સ્ટેપ્સને અનુસરીને તમે તમારા પૈસા પણ બચાવી શકશો અને કુદરતી ચમક લાવીને તમે દિવાળીમાં સુંદર પણ દેખાશો. ઘરે ફેશિયલ કરવાથી તમારો ચહેરો ચમકી ઉઠશે. તહેવારની તૈયારીની ઉતાવળમાં તમે મેકઅપ ન કરી શકો તો પણ તમારો ચહેરો સુંદર લાગશે. ચાલો જાણીએ આ ફેશિયલ વિશે..

Untitled 538 દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

ઘરે ફેશિયલ માટે જરૂરી છે આ વસ્તુઓઃ

– ફેસ ક્લીંઝર, ફેશિયલ સ્ક્રબ, પાણી, ટોનર, મોઈશ્ચરાઈઝર અને ટુવાલ.

Untitled 539 દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર

આ છે સરળ ફેશિયલ સ્ટેપ

– જો તમે ફેશિયલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા હેડ બેન્ડ, હેર બેન્ડ અથવા બોબી પિનની મદદથી તમારા વાળ અને બેબી હેરને બરાબર પીન અપ કરો જેથી વાળ ચહેરા પર ન આવે.

– હવે ચહેરાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. આ માટે તમે તમારી ત્વચા અનુસાર તમારા મનપસંદ ક્લીન્સરનો ઉપયોગ કરી શકો છો.

– ધ્યાનમાં રાખો, ચહેરોને ધોવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. સૌથી પહેલા ચહેરા પર સ્ક્રબ કરો. બજારમાં અનેક પ્રકારના સ્ક્રબ તમને મળી જશે. સ્ક્રબ કરવાથી તમારા ચહેરાની ડેડ સ્કિન દૂર થશે.

– ત્યાર પછી ચહેરાને મસાજ કરો. થોડીવાર બાદ ચહેરાને ધોઈને ટુવાલથી સાફ કરી લો. ત્યારબાદ ચહેરા પર મોશ્ચરાઇઝર લગાવો. તમે ફેસુપેક પણ લગાવી શકો છો.


whatsapp ad White Font big size 2 4 દિવાળીમાં ઘરે જ કરો આ રીતે ફેશિયલ, ચહેરા પર આવશે એવો શાનદાર ગ્લો કે નહીં જવું પડે પાર્લર


આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે બેસ્ટ શિયાળાના વસાણા….

આ પણ વાંચો : ‘વેલનેસ સેક્ટર’ જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરતી કારકિર્દી

આ પણ વાંચો : દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જાઓ તો ગભરાશો નહીં, આ ઘરેલૂ ઉપાયથી મળશે રાહત