Not Set/ વેફરના પેકેટમાં આટલી હવા કેમ હોય છે ? અહીં જાણો લો

અમદાવાદ આપ પ્લાસ્ટીકના રેપરમાં બટાટાની ચીપ્સ કે કુરકુરે કે બીજી ચીજો ખાધી હશે.તમે એ પણ જોતા હશો કે વેફરના પેકેટમાં વેફરથી વધારે હવા ભરેલી હોય છે.ચીપ્સ કે બીજી ચીજો ખાતી વખતે મનમાં એ સવાલ પણ  ઉભો થતો હોય છે કે આખરે આપણને આ અડધું પેકેટ ખાલી કેમ આપવામાં આવે છે. હકીકતમાં વેફરના પેકેટને અડધું ખાલી […]

Health & Fitness Lifestyle
didi વેફરના પેકેટમાં આટલી હવા કેમ હોય છે ? અહીં જાણો લો

અમદાવાદ

આપ પ્લાસ્ટીકના રેપરમાં બટાટાની ચીપ્સ કે કુરકુરે કે બીજી ચીજો ખાધી હશે.તમે એ પણ જોતા હશો કે વેફરના પેકેટમાં વેફરથી વધારે હવા ભરેલી હોય છે.ચીપ્સ કે બીજી ચીજો ખાતી વખતે મનમાં એ સવાલ પણ  ઉભો થતો હોય છે કે આખરે આપણને આ અડધું પેકેટ ખાલી કેમ આપવામાં આવે છે. હકીકતમાં વેફરના પેકેટને અડધું ખાલી રાખવાનું પણ કારણ હોય છે.

વેફરને ફ્રેશ અને ક્રંચી કરવા માટે પેકેટ્સમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ગેસથી વેફર્સ લાંબા સમય સુધી ખરાબ નથી થતી અને ના તો તેમાં ભેજ આવે છે.તમે ધ્યાનથી જોયું હશે તો વેફરના પેકેટને થોડીવાર માટે ખુલ્લી છોડી દો તો તે સુકાઈ જાય છે  બસ આ જ કારણ છે કે વેફર્સના પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરીને તેને અડધું ખાલી રખાય છે.

Related image

વેફરને તૂટવાથી બચવા માટે પેકેટમાં હવા ભરવામાં આવે છે. પેકેટમાં હવા ન હોય તો ચિપ્સને હાથ લગાડવાથી કે સામાન અથડાવાથી ચિપ્સ તૂટી જાય છે.ઓક્સિજન ખુબ જ રિએક્ટિવ ગેસ હોય છે. જેના કારણે આ ગેસ જો ભરવામાં આવે તો જલ્દી બેક્ટિરિયા આવી શકે છે. જેના કારણે ખાવા-પીવાની વસ્તુઓના પેકેટમાં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઈટ્રોજન ઓછો રિએકિટવ ગેસ છે, જે બેકટેરિયા અને બીજા કિટાણુઓને દૂર રાખે છે.

1994માં આ અંગે એક રિસર્ચ પણ કરવામાં આવ્યું હતું  જેમાં નાઈટ્રોજન ચિપ્સને લાંબા સમય સુધી ક્રિસ્પી બનાવી રાખે છે તેવું સાબિત થયું હતું. જ્યારે આપણે હવાથી ભરેલા નાસ્તાના પેકેટની ખરીદી કરીએ છીએ ત્યારે ચિપ્સ એકદમ ક્રન્ચી નીકળે છે. એટલે કે પેકેટમાં હવા હોય તો તે વાતની ગેરંટી છે કે ચિપ્સ એરટાઈટ પેકમાં છે.નાઈટ્રોજન ભરેલો હોવાથી પેકેટની સાઈઝ મોટી દેખાય છે અને ગ્રાહક પણ વિચારે છે કે તેમાં વધારે ચિપ્સ હોય છે. પરંતુ કંપની જે ગેસ ભરે છે, તે આપણા હેલ્થને ધ્યાનમાં રાખીને જ ભરે છે