Not Set/ સમયસર નથી આવતી ઊંઘ? તો આ રીતે દૂર કરો ઊંઘ ન આવવાની ફરિયાદ

 હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વાચિની અનિંદ્રા અને આહાર વચ્ચેનો અણધાર્યો સંબંધ: ઘણા ઓછા લોકો જાણે છે કે અનિંદ્રા અને આહાર એક બીજા સાથે ઘણા ખરા અંશે જોડાયેલા છે. અપથ્ય એટલે કે જે યોગ્ય નથી તેવો આહાર લેવા થી ઊંઘ મેળવવા માં ઘણી તકલીફ પડે છે . આ અપૂરતી ઊંઘ શરીર માં રહેલા ભૂખ સાથે સંકળાયેલા હોર્મોન […]

Health & Fitness Lifestyle
336f540b5bafa6735794c529fe76d641 સમયસર નથી આવતી ઊંઘ? તો આ રીતે દૂર કરો ઊંઘ ન આવવાની ફરિયાદ

 હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

અનિંદ્રા અને આહાર વચ્ચેનો અણધાર્યો સંબંધ:

ઘણા ઓછા લોકો જાણે છે કે અનિંદ્રા અને આહાર એક બીજા સાથે ઘણા ખરા અંશે જોડાયેલા છે. અપથ્ય એટલે કે જે યોગ્ય નથી તેવો આહાર લેવા થી ઊંઘ મેળવવા માં ઘણી તકલીફ પડે છે . આ અપૂરતી ઊંઘ શરીર માં રહેલા ભૂખ સાથે સંકળાયેલા હોર્મોન નું પ્રમાણ વધારે છે. માટે સાચી ભૂખ ના હોવા છતાં પણ વ્યક્તિ આહાર લેવા માટે પ્રેરાય છે. વધુ પડતો આહાર તેને મેદસ્વી બનાવે છે. યોગ્ય આહાર અને યોગ્ય સમયે લીધેલો આહાર પૂરતી ઊંઘ મેળવવા માં લાભદાયી બની રહે છે.

અનિંદ્રા / અપૂરતી ઊંઘ ના આહાર સાથે સંકળાયેલા કારણો :

* રાત્રે મોડા ભોજન લેવું.
*  આહાર લેવા ના સમય માં અનિયમિતતા.
* વધુ કેલરી વાળો આહાર રાત્રે લેવો .
* રાત્રિ ભોજન અને ઊંઘવા ના સમય વચ્ચે અંતર ના જાળવવું.
* કેફીન યુક્ત પદાર્થો નું રાત્રે સેવન કરવું .
* ઊંઘવા ના સમયે વધુ પડતું પાણી પીવું .
* ખોટી જીવનશૈલી થી પરિણમતી અનિંદ્રા / અપૂરતી ઊંઘ
* ઊંઘવા ના અને ઉઠવાના સમય માં અનિયમિતતા.
* રાત્રે મોડા સુધી આધુનિક ઉપકરણો નો ઉપયોગ. ( મોબાઈલ, ટીવી, લેપટોપ…વગેરે )
* સુવા ની ખોટી પદ્ધતિ.
* માનસિક તાણ.
* ઊંઘવા ના સમયે વધુ પડતો વ્યાયામ .
* રૂમ માં વધુ પડતી રોશની ( bright light) અને અયોગ્ય તાપમાન

અપૂરતી ઊંઘ થી થતી શારીરિક અને માનસિક માઠી અસરો :

* રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવી.
* ડાયાબિટીસ, હર્દય રોગ તથા અન્ય ભયંકર રોગો થવાની શક્યતા વધવી .
* માનસિક તાણ માં વધારો થવો .
* મેદસ્વિતા / જાડાપણું થવું.
* સ્વભાવ માં અણધાર્યો બદલાવ આવવો .
* મગજ ની કાર્યક્ષમતા પર અસર થવી .
* દિવસ દરમ્યાન/ અયોગ્ય સમયે ઊંઘ આવવી .
* વ્યક્તિ ની કાર્યક્ષમતા ઘટવી.

પૂરતી ઉંઘ મેળવવા ના સરળ ઉપાયો
d89746888da2d9510b64a9f031eaecd5 સમયસર નથી આવતી ઊંઘ? તો આ રીતે દૂર કરો ઊંઘ ન આવવાની ફરિયાદ* રાત્રે હળવો ખોરાક લેવો .
* હુફાળું દૂધ રાત્રે પીવા થી ઊંઘ મેળવી શકાય છે .
* કેળા, નારંગી તથા પાઈનેપલ જેવા ફળો માં રહેલું મેલાટોનિન તત્વ ઊંઘ મેળવવા માં મદદ રૂપ થાય છે.
* બદામ તથા સૂકી દ્રાક્ષ માનસિક તાણ સામે રાહત આપી ઊંઘ મેળવવાના મદદ કરે છે .
* રાત્રે સ્નાન કરવા થી પણ ઊંઘ મેળવવા માં સરળતા રહે છે.
* રાત્રિ ભોજન તથા ઊંઘવા નો સમય નિયમિત રાખવા થી ઊંઘ મેળવવા માં આસાની રહે છે.
* ઇલેક્ટ્રોનિક ઉપકરણો નો રાત્રે સુવાના ૧ કલાક પહેલા ઉપયોગ ના કરવાથી પણ ઊંઘ મેળવવા માં સરળતા રહે છે.
* રાત્રે નિયમિત ધ્યાન કરવા થી , માનસિક તાણ ઘટે છે અને સારી ઉંઘ પણ મેળવી શકાય છે.
* પગ માં રાત્રે તેલ થી મસાજ કરવા થી પણ ઊંઘ મેળવી શકાય છે .
* રૂમ નું યોગ્ય તાપમાન અને અંધારું રાખવા થી પણ મગજ ને શાંત કરી ઊંઘ મેળવી શકાય છે.

આહાર અને જીવનશૈલી માં સામાન્ય ફેરફારો કરવાથી પૂરતી અને શાંતિસભર નિંદ્રા મેળવી શકાય છે. 

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…