Not Set/ પાર્ટનર અથવા મિત્રો સાથે રોડ ટ્રિપનો બનાવી રહ્યા છો પ્લાન, તો આ ખૂબસુરત રસ્તાની મજા લઇ શકો

લગભગ દરેકને ફરવાનું પસંદ હોય છે, પરંતુ માત્ર એટલો જ ફરક છે કે જો કોઈ વ્યક્તિ શાંતિની જગ્યામાં જવાનું પસંદ કરે છે, તો કોઇને એડવેન્ચર કરવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રોડ ટ્રિપની પણ એક મજા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો રોડ ટ્રિપ કરતા જોવા મળે છે. કેટલાક મિત્રો […]

Lifestyle
road trip પાર્ટનર અથવા મિત્રો સાથે રોડ ટ્રિપનો બનાવી રહ્યા છો પ્લાન, તો આ ખૂબસુરત રસ્તાની મજા લઇ શકો

લગભગ દરેકને ફરવાનું પસંદ હોય છે, પરંતુ માત્ર એટલો જ ફરક છે કે જો કોઈ વ્યક્તિ શાંતિની જગ્યામાં જવાનું પસંદ કરે છે, તો કોઇને એડવેન્ચર કરવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રોડ ટ્રિપની પણ એક મજા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો રોડ ટ્રિપ કરતા જોવા મળે છે. કેટલાક મિત્રો સાથે જાય છે, તો કેટલાક તેમના પાર્ટનર સાથે અને અન્ય લોકો એકલા રસ્તાની સફર કરવા પણ નીકળે છે. આવી સ્થિતિમાં, જો તમે ક્યારેય રોડ ટ્રિપ પર ન ગયા હોય, તો પછી તમે પણ એકવાર તેની મજા લઇ શકો છો. તો ચાલો તમને કેટલાક એવા સ્થળો વિશે જણાવીએ કે જ્યાં તમે રોડ ટ્રિપ પર જઈ શકો છો.

Pune-Mumbai Eway Just Increased Their Speed Limit From 80 To 120 Kmph |  WhatsHot Pune

ભારતમાં ઘણાં એક્સપ્રેસવે બનાવવામાં આવ્યા છે, જે તેની સુંદરતા માટે જાણીતા છે. તેમાંથી એક મુંબઈ-પુણે એક્સપ્રેસવે છે, જે ખૂબ જ સુંદર રૂટ છે. અહીં તમને પશ્ચિમ ઘાટ જોવા મળશે, થોડા અંતરે તમને જળાશયો પણ દેખાશે. આ એક્સપ્રેસ વે 200 કિમી લાંબો છે. તમે તમારા પાર્ટનર સાથે અને મિત્રો સાથે ખૂબ આનંદ લઇ શકો છો.

Guwahati to Shillong - Road Journey - Cinematic - DJI OSMO - YouTube

તમારે ગુવાહાટીથી શિલાંગની વચ્ચે રોડ ટ્રિપનો પ્લાન કરવો જોઇએ. ત્યા તમને ચારે બાજુ હરિયાળી, મોટા પર્વતો જેવી ઘણી વસ્તુઓ જોવા મળશે. આ રસ્તાનું અંતર 110 કિલોમીટર છે. અહીંની સુંદરતા દરેકને દિવાના બનાવે છે. તેથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે.

List of state highways in Puducherry - Wikiwand

ચેન્નઈથી પુડ્ડુચેરી વચ્ચેના રસ્તામાં તમે ઇસ્ટ કોસ્ટ રોડનો આનંદ માણી શકો છો. આ રસ્તો 150 કિલોમીટર લાંબો છે, જે દક્ષિણ ભારતનો સૌથી સુંદર રસ્તો માનવામાં આવ્યો છે. આ રસ્તા પર લોકો તેમના પાર્ટનર અને મિત્રો સાથે રોડ ટ્રિપ પર જઇ શકે છે.

A Road trip from Bangalore to Mysore > Chronicles of a World Traveller

બેંગ્લોરથી મૈસુર
જો તમે ક્યારેય બેંગ્લોર અથવા મૈસુર ન ગયા હોય તો તમારે બેંગ્લોરથી મૈસુરની વચ્ચે એક વખત ટ્રિપ પર જવું જોઈએ. આ રસ્તો 145 કિલોમીટર એટલે કે પાંચ કલાકનો છે. અહીં જતા સમયે તમને હરિયાળી જોવા મળશે.