Not Set/ આજે જ તમારા ઘરે કરો ટ્રાય ભાતના પેનકેક,

સામગ્રી 2 કપ આગલા દિવસના વધેલા ભાત 5 ટેબલસ્પૂન ખમણેલા ગાજર 5 ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ 1/2 કપ પાતળી લાંબી કાપેલી કોબી 1/4 કપ ઘઉંનો લોટ 1/2 કપ ચણાનો લોટ 1/2 ટીસ્પૂન હળદર 1/4 ટીસ્પૂન હીંગ 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 2 ટેબલસ્પૂન લો ફેટ દહીં 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું (સ્વાદાનુસાર) 5 1/4 ટીસ્પૂન તેલ (ચોપડવા અને શેકવા માટે) પીરસવા માટે કોથમીર અને લીલી લસણની ચટણી બનાવવની રીત  એક […]

Food Lifestyle
mahi 34 આજે જ તમારા ઘરે કરો ટ્રાય ભાતના પેનકેક,

સામગ્રી

2 કપ આગલા દિવસના વધેલા ભાત
5 ટેબલસ્પૂન ખમણેલા ગાજર
5 ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ
1/2 કપ પાતળી લાંબી કાપેલી કોબી
1/4 કપ ઘઉંનો લોટ
1/2 કપ ચણાનો લોટ
1/2 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન હીંગ
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટેબલસ્પૂન લો ફેટ દહીં
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું (સ્વાદાનુસાર)
5 1/4 ટીસ્પૂન તેલ (ચોપડવા અને શેકવા માટે)

પીરસવા માટે
કોથમીર અને લીલી લસણની ચટણી

બનાવવની રીત 

એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી મેળવી, રેડી શકાય તેવું ખીરૂ બનાવો. એક નોન-સ્ટીક તવાને ગરમ કરી 1/4 ટીસ્પૂન તેલ ચોપડો.

તેના પર એક ચમચો ભરીને ખીરૂ રેડી તેને ચમચા વડે ગોળ ફેરવીને 100 મી. મી. (4) વ્યાસનો ગોળાકાર બનાવો.

હવે પેનકેકને બન્ને બાજુએથી, ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

હવે બાકીની 9 પેનકેક રીત ક્રમાંક 3 અને 4 પ્રમાણે બનાવી લો. કોથમીર અને લીલી લસણની ચટણીની સાથે ગરમ ગરમ પીરસો.