રેસીપી/ ઘરે બનાવો બહાર જેવું સ્વાદિષ્ટ કાજુ પનીરનું શાક,ખાવાની મજા પડી જશે

રેસ્ટોરન્ટનું જમવાનું બધાંને ભાવતું હોય છે. પરંતુ બહારનું જમવાનું સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ, સાથે જ ખિસ્સા પર પણ ભાર વધે છે. પણ જો તમે તમારા રસોડામાં જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી બનાવો તો બહાર જમવા જવું નહીં પડે. તો આજે બનાવીએ  હોટલ જેવું કાજુ પનીરનું શાક બનાવતા શીખવાડીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી અને […]

Food Lifestyle
WhatsApp Image 2021 03 21 at 8.08.33 PM 1 ઘરે બનાવો બહાર જેવું સ્વાદિષ્ટ કાજુ પનીરનું શાક,ખાવાની મજા પડી જશે

રેસ્ટોરન્ટનું જમવાનું બધાંને ભાવતું હોય છે. પરંતુ બહારનું જમવાનું સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ, સાથે જ ખિસ્સા પર પણ ભાર વધે છે. પણ જો તમે તમારા રસોડામાં જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી બનાવો તો બહાર જમવા જવું નહીં પડે. તો આજે બનાવીએ  હોટલ જેવું કાજુ પનીરનું શાક બનાવતા શીખવાડીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી અને ઝાયકેદાર બને છે. ઘરના બધાંને ખાવાની મજા પડી જશે.
સામગ્રી
અડધો કપ કાજુ
250 ગ્રામ પનીર
2 ડુંગળી
3 ટામેટા
1 ઈંચ આદુ
10-12 લસણની કળીઓ
2 ચમચી કિચન કિંગ મસાલા
1 ચમચી કોથમીર
1 તેજ પત્તું
1 ટુકડો તજનો

WhatsApp Image 2021 03 21 at 7.38.09 PM ઘરે બનાવો બહાર જેવું સ્વાદિષ્ટ કાજુ પનીરનું શાક,ખાવાની મજા પડી જશે
કઈ રીતે બનાવવું?
સૌથી પહેલાં એક કડાઈમાં 3 ચમચી તેલ લઈને તેમાં કાજુ તળી લેવા. પછી ડુંગળી કાપીને તેને પણ સાંતળી લેવી. તેમાં આદુ, લસણ નાખીને સાંતળવું. પછી ટામેટાં નાખીને બધું મિક્સ કરી લેવું. તેમાં મીઠું ઉમેરી દો. તેમાં 1 મુઠ્ઠી કાજુના ટુકડા પણ ઉમેરવા. હવે આ મિશ્રણને ઠંડુ કરીને પીસી લો. હવે એ જ કડાઈમાં થોડું તેલ ઉમેરી તેમાં 1 ચમચી જીરું, તેજ પત્તું, તજ, 2 લાલ આખા મરચા, 1 ચમચી લાલ મરચું નાખી પેસ્ટ ઉમેરી દેવી. હવે સતત હલાવી સાંતળવું. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું. ઢાંકીને પાંચ મિનિટ થવા દેવું. તેમાં હળદર, 2 ચમચી કિચન કિંગ અથવા ગરમ મસાલો. 1 ચમચી ધાણાજીરું નાખી મિક્સ કરી દો. હવે ગ્રેવીમાં પનીરના કટકા અને તળેલાં કાજુ ઉમેરી દેવા. જરૂર લાગે તો અડધો ગ્લાસ ગરમ પાણી નાખીને પાંચ મિનિટ ઢાંકીને થવા દો. છેલ્લે અડધી ચમચી ખાંડ અને કસૂરી મેથી અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે કાજુ પનીરનું શાક.