Not Set/ ઉનાળાની ઋતુમાં રાખો ત્વચાની આ રીતે વિશેષ સંભાળ

ઉનાળાએ હવે  ગુજરાતભરમાં બરાબરની જમાવટ કરી છે અને છેલ્લા કેટલાય દિવસથી  ગરમીનો પારો  40 ડિગ્રીને પાર જતો રહે છે હજુ તો બળબળતો મે મહિનો પણ રાહ જોઈ રહ્યો છે ત્યારે ત્વચા અત્યારથી જ શ્યામ પડી જાય છે. જે લોકો સતત બહાર રહીને કામ કરે છે તેમના માટે તો ઉનાળામાં આફત થઈ જાય છે ગરમીની સિઝનમાં […]

Fashion & Beauty Lifestyle
97bbf628c0591f38c6d4e0e43f7746b8 ઉનાળાની ઋતુમાં રાખો ત્વચાની આ રીતે વિશેષ સંભાળ

ઉનાળાએ હવે  ગુજરાતભરમાં બરાબરની જમાવટ કરી છે અને છેલ્લા કેટલાય દિવસથી  ગરમીનો પારો  40 ડિગ્રીને પાર જતો રહે છે હજુ તો બળબળતો મે મહિનો પણ રાહ જોઈ રહ્યો છે ત્યારે ત્વચા અત્યારથી જ શ્યામ પડી જાય છે. જે લોકો સતત બહાર રહીને કામ કરે છે તેમના માટે તો ઉનાળામાં આફત થઈ જાય છે

ગરમીની સિઝનમાં ત્વચા શ્યામ પડી જાય છે સાથે સાથે ચામડી પર દાદર, બળતરા જેવી સ્કીન એલર્જી પણ થતી હોય છે. આવા સમયે  શરીરનું ખાસ ધ્યાન અને ચોખ્ખાઇ રાખવી જરૂરી છે. તો તમે પણ ઉનાળા દરમિયાન વિવિધ રીતે ત્વચાની જાળવણી કરીને  તમારી સુંદરતાને બરકરાર રાખી શકો છો.

The Ultimate Guide to Summer Skin Care – Apex Dermatology & Skin ...

ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.

ઉનાળામાં તૈલી ત્વચા એ સૌથી મોટી મુશ્કેલી છે. જેની ત્વચા સામાન્ય હોય તેને પણ તૈલી ત્વચાનો સામનો તો કરવો જ પડે છે. ત્વચા પરથી વધારાનું તેલ શોષવા માટે સવારે અને રાત્રે ત્વચાને સારી રીતે સાફ કરી લેવી. ખાસ કરીને ગરદમ, કોણી, ઘૂંટણની પાછળના ભાગની તેમ જ ચહેરા પર નાકની આસપાસની ત્વચાને એકદમ ચોખ્ખી કરવી.

ત્વચામાં રહેલા કેટલાક કોષો સૂર્યના કિરણોથી આપણી રક્ષા કરે છે માટે એક હદથી વધારે ક્લિન્ઝિંગ ન કરવું કે જેથી કરીને ચામડી એકદમ શુષ્ક થઈ જાય.

શક્ય હોય તો દિવસમાં એકાદ વાર ચહેરા પર, ગરદન પર તેમજ તૈલીય થતા ભાગ પર બરફ ઘસવાનું રાખો.

ઉનાળામાં ચામડી એકદમ કોરી પડી જતી હોય તો ત્વચાને ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરવી જોઈએ. જેથી તે ત્વચાની અંદરનું ભેજનું પ્રમાણ જાળવીને સ્કીન એકદમ મુલાયમ બનાવેલી રાખશે.

ગરમીની સિઝનમાં મેકઅપ ઉતારતી વખતે ગુણવત્તાભર્યા મેકઅપ રિમૂવર અથવા તો બેબી ઓઇલનો ઉપયોગ કરવો.

આ ઉપરાંત સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો, દર બે દિવસે ત્વચાને અનુકૂફ પેક લગાવવાથી પણ ગરમીમાં ત્વચા એકદમ ચોખ્ખી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….