Beauty/ ભારતના 5 ભવ્ય સ્પા, જાણો ક્યાં ક્યું સ્પા આવેલુ…..

લોકો તંદુરસ્તની સાથે તણાવ મુક્ત થાય તે માટે સ્પામાં જતાં હોય છે, આજે અમે આપને ભારતનાં એવા 5 ભવ્ય સ્પા વિશે માહિતગાર કરીશું જે જાણીને આપ પણ અચંબિત થઈ જશો.

Fashion & Beauty Lifestyle
સ્પા

1. આનંદ સ્પા, ઋષિકેશ
આનંદ સ્પા 25000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. અહીં 24 ટ્રીટમેન્ટ રૂમ, અત્યાધુનિક વ્યાયામશાળા, સ્વિમિંગ પૂલ અને વૈભવી હાઇડ્રોથેરાપી સુવિધા આનંદ સ્પાના મુખ્ય આકર્ષણો છે.

સ્પા

2. કાયાકલ્પ, ધ રોયલ સ્પા આગ્રા
આગ્રા સ્થિત મુગલ હોટેલમાં આવેલ કાયા કલ્પ – રોયલ સ્પા એ મુઘલ, ફારસી અને ભારતીય ઉપચાર પદ્ધતિનું મિશ્રણ છે. જે 99 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.

સ્પા

3. વિવંતા, તાજ બેકલ, કેરળ
આ સ્પા ભારતના શ્રેષ્ઠ સ્પામાંનું એક છે. જે 16,500 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. જ્યાં સ્પા ઉપરાંત યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિક રીટ્રીટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

સ્પા

4. પાર્ક હયાત રિસોર્ટ એન્ડ સ્પા, ગોવા’
ગોવામાં આવેલા આ 36 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલાં વૈભવી સ્પામાં આયુર્વેદિક અને યોગ આધારિત પદ્ધતિઓ ઉપરાંત મસાજ, અને ત્વચાની સેવા પુરી પાડવામાં આવે છે.

સ્પા

5. ધ રોઝેટ અહેલી સ્પા, દિલ્હી
રોઝેટ અહેલી સ્પા એ દિલ્હી અને ગુડગાંવ નજીક આવેલું વિશ્વકક્ષાના શ્રેષ્ઠ લક્ઝરી સ્પામાંનું એક છે, અહીં શરીરની ઇન્દ્રિયોની કાયાકલ્પ થાય છે.