Not Set/ ગર્ભાવસ્થામાં આ ગોળી લેતા પહેલાં ચેતી જજો, સંતાનને થઇ શકે છે આવું નુકસાન        

મહિલાઓ સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પોતાનાં સ્વાસ્થ્યને લઈને વધારે સચેત રહેતી જણાય છે. તેઓ દેરક નાની મોટી પીડા માટે પેરાસીટામોલ અથવા તેનાં જેવી અન્ય દવાઓ લેતી હોય છે. જો તેમે પણ તેમાંનાં એક હોવ તો તમારે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. કારણ કે નવા સંશોધનમાં સામે આવ્યુ છે કે આ રીતે ત્વરીત પીડામાંથી રાહત […]

Health & Fitness
mahugj e1526721766512 ગર્ભાવસ્થામાં આ ગોળી લેતા પહેલાં ચેતી જજો, સંતાનને થઇ શકે છે આવું નુકસાન        

મહિલાઓ સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પોતાનાં સ્વાસ્થ્યને લઈને વધારે સચેત રહેતી જણાય છે. તેઓ દેરક નાની મોટી પીડા માટે પેરાસીટામોલ અથવા તેનાં જેવી અન્ય દવાઓ લેતી હોય છે. જો તેમે પણ તેમાંનાં એક હોવ તો તમારે અત્યારથી જ ચેતી જવાની જરૂર છે. કારણ કે નવા સંશોધનમાં સામે આવ્યુ છે કે આ રીતે ત્વરીત પીડામાંથી રાહત માટે લેવામાં આવતી દવાઓ તમારી ભાવી ભેઢીનાં સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક સાબિત થઈ શકે છે.

Image result for pregnancy,Paracetamol

બ્રિટેનની એડિનબરા યુનિવર્સિટીનાં સંશોધકો ઉંદરો ઉપર આ બાબતવે લઈને પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. તો જાણવા મળ્યુ કે જે માદા ઉંદરોને ગર્ભાવસ્થા દરમિયાન પેરાસીટામોલ કે તેનાં જેવી અન્ય દવાનો ડોઝ આવ્યો હતો. તેવી માદાઓથી જન્મનાર માદા સંતાનોમાં  અંડાણુઓની ભારે ઉણપ જોવા મળી હતી. આવા જ પ્રકારની અસર નર સંતાનો પર પણ જોવા મળી, આવી માતાઓનાં નર સંતાનોમાં શુક્રાણુઓની ઉણપ જોવા મળી હતી.

Related image

તેમજ તેમની પાસે એવી કોશીકાઓની પણ ઉણપ હતી જે ભવિષ્યમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો કરી શકે.જો કે આવા સંતાનો જાતીય જીવન સામાન્ય રીતે માણી શક્તા હોય છે. પરંતુ તેમની સંતાન ઉત્પતીની ક્ષમતા ખુબજ ઓછી જોવા મળે છે. સંશોધનકર્તાઓએ જણાવ્યુ હતુ કે આ સંશોધન દુનિયાની એ તમામ મહિલાઓ માટે મહત્વપુર્ણ છે. જે નજીકનાં ભવિષ્યમાં સંતાનોને જન્મ આપવાની છે. કારણે કે ઉંદરો અને મનુષ્ય વચ્ચે પ્રજન ક્ષમતા એક સમાન હોય છે.

Related image

તેથી કરીને ઉંદરો પર કરવામાં આવેલ સંશોધનોથી મનુષ્યની પ્રજનન ક્ષમતા સમજવામાં મદદ મળી શકે છે. આ સંશોધનાં પરિણામોને ધ્યાનમાં રાખતા સંશોધનકર્તાઓએ જણાવ્યુ છે કે ગર્ભવતી મહિલાઓએ બને ત્યાં સુધી પેરાસીટામોલ જેવી પીડાપ્રતિરોધ દવાઓ લેવાની ટાળવી જાઈએ અને જો પીડા વધારે હોય અને દવા લેવી આવશ્યક હોય તો તેની માત્ર નજીવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Image result for pregnancy,Paracetamol