Not Set/ સવારના નાસ્તામાં ટ્રાય કરો મકાઇ અને કોથમીરની પાનકી

જ્યારે મકાઇની સીઝન આવે ત્યારે આ મકાઇ અને કોથમીરની પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો. સામગ્રી 1 કપ ખમણેલી તાજી મકાઈ 3/4 કપ ઝીણી સમારેલી કોથમીર […]

Food Lifestyle
mahug સવારના નાસ્તામાં ટ્રાય કરો મકાઇ અને કોથમીરની પાનકી

જ્યારે મકાઇની સીઝન આવે ત્યારે આ મકાઇ અને કોથમીરની પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.

સામગ્રી

1 કપ ખમણેલી તાજી મકાઈ

3/4 કપ ઝીણી સમારેલી કોથમીર

2 ટીસ્પૂન તેલ

મીઠું (સ્વાદાનુસાર)

1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા

2 ટેબલસ્પૂન રવો

1/4 કપ ચણાનો લોટ

16 કેળાના પાન (દરેક 5 વ્યાસના ગોળાકારમાં કાપેલા)

તેલ ,ચોપડવા માટે

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે 2 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ કેળના પાનની એક બાજુ પર તેલ લગાવીને તેને બાજુ પર રાખો.

હવે એક કેળના પાનની તેલ લગાવેલી બાજુ ઉપરની તરફ રાખી તેની પર 2 ટેબલસ્પૂન જેટલું ખીરૂ સરખી રીતે પાથરી લો  અને તેની પર બીજો એક તેલ લગાવેલ કેળનું પાન ઉંધુ મૂકી સારી રીતે હલકા હાથે દબાવી લો.

એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર આ તૈયાર કરેલી પાનકી મૂકીને કેળાના પાન બન્ને બાજુએથી હલકા બ્રાઉન ધાબા થાય અને પાનકી પાનથી છુટી પડે ત્યાં સુધી શેકી લો. રીત ક્રમાંક 3 થી 5 પ્રમાણે બાકીની પાનકી તૈયાર કરી લો અને ગરમા ગરમ લીલી ચટણી સાથે જ પીરસો.