Health/ કોરોના મહામારીની સ્વાસ્થય પર અસર , કેમ વધી રહ્યા છે હાર્ટ અટેકના કેસ ? તજજ્ઞોએ કર્યો ખુલાસો

2019 ના અંતમાં દુનિયામાં શરૂ થયેલી કોરોના મહામારીએ લોકોના શરીરને ગંભીર રીતે અસર કરી છે. સંક્રમણની સંખ્યા ભલે હાલમાં ઓછી હોય પરંતુ પોસ્ટ કોવિડ અને તેના સંબંધિત લોકાના સ્વાસ્થને જોખમ દેખાઇ રહ્યુ છે.

Trending Health & Fitness Lifestyle
Cricket Tutorials YouTube Thumbnail 12 કોરોના મહામારીની સ્વાસ્થય પર અસર , કેમ વધી રહ્યા છે હાર્ટ અટેકના કેસ ? તજજ્ઞોએ કર્યો ખુલાસો

2019 ના અંતમાં દુનિયામાં શરૂ થયેલી કોરોના મહામારીએ લોકોના શરીરને ગંભીર રીતે અસર કરી છે. સંક્રમણની સંખ્યા ભલે હાલમાં ઓછી હોય પરંતુ પોસ્ટ કોવિડ અને તેના સંબંધિત લોકાના સ્વાસ્થને જોખમ દેખાઇ રહ્યુ છે. સંશોધનકારો આ બાબતે ગંભીર ચિંતા જતાવી રહ્યા છે. પહેલાના સમય કરતા હવેના સમયમાં ધણા પ્રકારના પડકારો આવવાના છે.

મહામારી દરમિયાન બ્લેક ફંગસ સંક્રમણ, મંકીપૉક્સના કારણે વધુ લોકોને પરેશાન કર્યા છે. સંશોધન કરતા જણાવી રહ્યા છે કે પહેલાના સમય કરતા હાલના સમયમાં ઇમ્યુનિટીની સમસ્યા પણ જોવા મળી રહી છે.

હવે એવા પ્રશ્નો થઇ રહ્યા છે કે મહામારી દરમિયાન આપણા સ્વાસ્થયમાં કયા પ્રકારના પરિવર્તન આવ્યા છે અને કઇ બીમારીને લઇને ડૉક્ટરો પણ ચિંતિત છે.
લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે.

કોરોના બાદ ઘણી બધી સ્વાસ્થને લગતી સમસ્યાઓને લઇને દિલ્લી બાળ વિભાગના સર્જન ડૉ. શિલ્પા શર્માએ જણાવ્યુ કે, કોરોના મહામારીએ ધણા પ્રકારની સમસ્યાઓમાં વધારો કર્યો છે. કોવિડમાં સાજા થયેલા લોકોમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપ જોવા મળે છે. વાયરલ સંક્રમણમાં સ્ક્રિન એલર્જી, કોલેસિસ્ટિટિસ. એપેંડિસાઇટિસ જેવી સમસ્યાઓ પહેલા કરતા વધી ગઇ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વાયરલ સંક્રમણ વધુ જોવા મળે છે. લગભગ બધી જ ઉમરના વ્યક્તિમાં આ પ્રકારનાં સંક્રમક રોગોના મામલામાં જોવા મળે છે.

હાર્ટ અટેકનું જોખમ
કોરોના બાદ વધતા જતા હાર્ટ અટેકના જોખમને લઇ નિષ્ણાંત એવું કહે છે કે આ સમસ્યા કોરોના મહામારી બાદ જ વધી છે. જેના કારણે ડીહાઇડ્રેશન અને બ્લડ ક્લોટિંગનું વધારે જોખમ હોય શકે છે અને આ કારણે હૃદય હુમલાથી લોકોની મોત થઇ જાય છે. કોરોનામાં સંક્રમિત થયેલા લોકોમાં આ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. આ લોકોને ડૉક્ટર પાસે જઇને હૃદય સ્વાસ્થની સારી રીતે તપાસ કરાવી જોઇએ .

Cricket Tutorials YouTube Thumbnail 1 4 કોરોના મહામારીની સ્વાસ્થય પર અસર , કેમ વધી રહ્યા છે હાર્ટ અટેકના કેસ ? તજજ્ઞોએ કર્યો ખુલાસો

પોસ્ટ કોવિડ અને તેના જોખને લઇને એલર્ટ
પોસ્ટ કોવિડ અને લોન્ગ કોવિડને કારણે થનારી સ્વાસ્થ સંબધિત સમસ્યાઓને લઇને સંશોધનકર્તા વારંવાર એલર્ટ કરે છે. તમિલનાડુના સ્વાસ્થ વિભાગે અભ્યાસ દ્વારા જણાવ્યુ છે કે, 2020 અને 2022 ની વચ્ચે કોરોનાથી સાજા થયેલા લોકો લગભગ 6 ટકા દર્દીઓની જુલાઇ 2023 સુધી મૃત્યુ થઇ ગઇ હતી. 61 થી 80 વર્ષના લોકોમાં લગભગ 20 ટકા લોકોની મોત થઇ અને 40 અને તેનાથી ઓછી ઉમર વાળા લોકોમાં મૃત્યુદર વધુ રહ્યો. એટલુ જ નહી કોરોના સંક્રમિત થયેલા લોકો સાજા થયા પછી પણ લાંબા સમય સુધી ઘણા પ્રકારની શારિરીક સમસ્યાઓ જોવા મળે છે.

Cricket Tutorials YouTube Thumbnail 2 3 કોરોના મહામારીની સ્વાસ્થય પર અસર , કેમ વધી રહ્યા છે હાર્ટ અટેકના કેસ ? તજજ્ઞોએ કર્યો ખુલાસો

કોમોરબિડિટીના શિકાર થયેલા લોકોને વધુ સમસ્યા
અભ્યાસના દરમિયાન જાણવા મળ્યુ છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયેલા લોકોમાંથી 41 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. એમાં ઘણા લોકો કોમરબિડિટીની ફરિયાદ કરતા હતા. આમાં ડાયાબિટીસ 15.5 ટકા અને હાઇ બ્લડ પ્રેશર 13.6 ટકા દર્દીની સંખ્યામાં વઘારો જોવા મળ્યો હતો.
રિપોર્ટમાં જાણવા મળ્યુ કે, કોરોના વાયરસે સ્વાસ્થને ઘણા પ્રકારથી પ્રભાવિત કર્યુ છે. મહામારી દરમિયાન શરીરના રોગપ્રતિકારક ક્ષમતાને પ્રભાવિત કર્યા છે અને આ કારણે ભવિષ્યમાં જોખમ બની રહેવાની શંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના