બનાસકાંઠા/ પિતાએ વાંચવાનું કહેતા 14 વર્ષીય પુત્રએ કરી લીધો આપઘાત

14 વર્ષના આ પુત્રને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી ધો.9માં અભ્યાસ કરતો હતો. પિતાનું વાંચવાની સલાહ ન ગમતા વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે.

Gujarat Others Trending
આપઘાત

 બનાસકાંઠાના ગંભીરપુરામાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો આજે સામે આવ્યો છે. અહીં બનાસકાંઠામાં એક પિતાએ પોતાના નાનકડા અને વ્હાલા પુત્રને ભણવા બેસવાનું કહેતા જ 14 વર્ષના આ પુત્રને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી ધો.9માં અભ્યાસ કરતો હતો. પિતાનું વાંચવાની સલાહ ન ગમતા વિધાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. આ ઘટના બનાસકાંઠાના વાવના ગંભીરપુરા ગામની છે. સમગ્ર ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રકાશભાઈ ઠાકરશીભાઈ ઠાકોરનો 14 વર્ષના પુત્ર વિષ્ણુભાઈ ઠાકોર ઢીમા હાઇસ્કૂલમાં 9 ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યાં હમણાં વિષ્ણુને સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હતી. ગુરુવારના રોજ પહેલું પેપર હતું અને શુક્રવારના રોજ જાહેર રજા હતી. જ્યારે શનિવારના રોજ બીજુ પેપર હતું. જોકે પુત્રને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. તેણે છાપરાના પાટ પર દોરડા વડે ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. ખુદ પિતા માટે આ કેટલી આઘાત જનક ઘટના હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી નાખનારી છે. આટલા નાનકડા બાળકને પણ આપઘાત કેમ કરવો તે સુજ પડવી પણ એક ચોંકાવનારી છે.

પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે બાળકના પિતાએ વાવ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?