Rathyatra-Road/ જગન્નાથમય અમદાવાદમાં આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો

આજે અમદાવાદમાં 146 મી રથયાત્રા માટે રંગેચંગે નીકળી છે. 20 જુનના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે આખુ અમદાવાદ જગન્નાથમય બન્યું છે.

Gujarat
Bhagwan Jagannath rathyatra Road જગન્નાથમય અમદાવાદમાં આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો

આજે અમદાવાદમાં 146 મી રથયાત્રા માટે રંગેચંગે નીકળી છે. 20 જુનના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે આખુ અમદાવાદ જગન્નાથમય બન્યું છે. આવામાં રથયાત્રામાં સુરક્ષા રાખવી પણ મોટી જવાબદારી છે. આ દિવસે કોઈ પણ નાગરિકોને કોઈ તકલીફ ન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે અમદાવાદના કેટલાક રસ્તાઓ આજે બંધ કરવામાં આવે છે. જેથી ટ્રાફિક સમસ્યા ન થાય અને કોઈને તકલીક ન થાય. ભગવાનની રથયાત્રા હેમખેમ નીકળી જાય તે જ એક હેતુ હોય છે. તેથી અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જો તમે આજે અમદાવાદમાં બહાર નીકળવાના હોય તો આ જાહેરનામુ ધ્યાનથી જોઈ લેજો. અનેક રસ્તાઓ બંધ રહેવાના છે.

અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યુ કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.

જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલાં, (બી.આર.ટી.એસ.રૂટ સહીત), મદન પોળ ની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા ની જુની ગેટ ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લસ્કરનની હવેલી, દિલ્હી ચકલા, હકીમની ખડકી, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔવતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા,ચાદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિરસુધીનો વિસ્તાર સવારના નવથી સાંજે પાંચ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

 

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/  જો તમે જગન્નાથ રથયાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો

આ પણ વાંચોઃ Khichadi No Prasad/ 56 ભોગ મૂકીને ભગવાન જગન્નાથને ખીચડીને પ્રસાદ કેમ ધરાવવામાં આવે છે?

આ પણ વાંચોઃ Jagannath Rathyatra/ ભગવાન જગન્નાથનો રથ કેમ મુસ્લિમની મઝાર પર રોકાય છે તે જાણો

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા થઇ પહિંદ વિધિ, રથયાત્રાનો પ્રારંભ

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે