આપણા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો અને વિટામિન પૂરતી માત્રામાં હોવા જરૂરી છે. શરીરમાં વિટામીનની ઉણપ અનેક રોગોને આમંત્રણ આપે છે. સામાન્ય રીતે શાકાહારી લોકોમાં વિટામિન ડીની ઉણપ વધુ જોવા મળે છે. સવારે 10 વાગ્યા પહેલાનો તડકો વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ માધ્યમ છે. સૂર્યસ્નાન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળે છે, તો તે શરીરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને પણ ખતમ કરે છે. શાકાહારી લોકો શાકભાજી, ફળો, બ્રોકોલી, બદામ, દૂધ, ઈંડા, મશરૂમમાંથી વિટામિન-D2 મેળવી શકે છે. જો કે કેટલાક લોકોમાં વિટામિન ડીની વધુ ઉણપ જોવા મળતા ડોક્ટર દ્વારા ચોક્કસ પ્રકારની દવાનું સૂચન કરવામાં આવે છે.
વિટામિન ડીના અભાવે થાય છે આ રોગ
નબળી રોગપ્રતિકારક શક્તિ
ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા પડવા)
ઓસ્ટીયોપેનિયા (ઓછી હાડકાની ઘનતાની સમસ્યા)
ઓસ્ટિઓમાલેસીયા (હાડકાનું નરમ પડવું)
સંધિવા (સાંધાનો દુખાવો)
ચામડીના રોગ, ડાયાબિટીસ, થાઈરોઈડ-ટીબી, કેન્સર, ડિપ્રેશન
ચેતા અને સ્નાયુ સંબંધિત સમસ્યાઓ: પાર્કિન્સન વગેરે
કરો આ ઉપાય
વિટામિન ડી મેળવવા સાલ્મન ફિશ, મેથી, ઓરેન્જ જ્યૂસ, ગાયનું દૂધ અને દહીંને આહારમાં સામેલ કરવું જોઈએ. સ્ફુર્તિનો અનુભવ કરવા નાસ્તામાં રોજ તાજા સંતરાનો રસ સામેલ કરવો જોઈએ. જ્યારે દહીં પ્રોટિનથી સમૃદ્ધ છે. અને ગાયનું દુધ વિટામિન ડીની જરૂરિયાતના 20 ટકા જેટલો ભાગ પૂર્ણ કરે છે. આ સિવાય ભૈડકુ કે જેને દલિયા કહે છે તેમાંથી પ્રચૂર માત્રામાં વિટામિન ડી મળે છે. અને મશરૂમ અને ઇંડામાં પણ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
તમામ માટે જુદી-જુદી માત્રા
વિટામિન ડી પુખ્ત વ્યક્તિ, બાળકો તેમજ વૃદ્ધોમાં ઉંમર મુજબ જરૂરી માત્રામાં લેવાનું ડોક્ટરો સૂચન કરતા હોય છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ પુખ્ત વ્યક્તિએ દર અઠવાડિયે 60,000 IU વિટામિન D લેવાની જરૂર છે. વિટામિન ડી ટેસ્ટ દર 6 મહિને કરાવવો જોઈએ. લોહીમાં તેનું પ્રમાણ 30 નેનોગ્રામથી વધુ અને 100થી ઓછું હોવું જોઈએ. 18 વર્ષ સુધીના બાળકોને દરરોજ 800 થી 1000 IU વિટામિન ડીની જરૂર પડે છે. વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઉનાળામાં સવારે 7 થી 10 સુધી તડકામાં બેસો. જ્યારે શિયાળામાં સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ લો.
સારા વિકાસ માટે જરૂરી
બાળકના સારા વિકાસ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે. જો તેઓ પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લેવાથી હાડકાં મજબૂત બને છે. ખાસ ધ્યાનમાં રાખો કે નવજાત શિશુ હોય કે ટીનેજર, જો વિટામીન ડીનું સ્તર જાળવી રાખવું હોય તો તેણે દરરોજ ઓછામાં ઓછો 1 કલાક તડકામાં વિતાવવો અથવા રમવું જોઈએ.
આ પણ વાંચો: Statute OF Unity/સ્ટેચ્યુ ઓફ યુનિટિ : મુલાકાતીઓની સુવિધામાં વધારો, મળશે નવું એરપોર્ટ, 520 એકરમાં બનશે
આ પણ વાંચો: અમદાવાદ/10 મહિનામાં ટિકિટ ચેકિંગ ઝુંબેશથી થઈ આટલા કરોડની આવક..