Vadodara/ વડોદરા : સંસ્કારી નગરીને લાંછન લગાડતો કિસ્સો, સ્કૂલ વાનમાં વિદ્યાર્થીની સાથે પિતા સમાન વ્યક્તિએ કર્યા અડપલાં

સંસ્કારી નગરીને લાંછન લગાડતો કિસ્સા સામે આવ્યો છે. શાળાએ સ્કૂલવાનમાં જતી વિદ્યાર્થીની સાથે પિતા સમાન વ્યક્તિએ અડપલા કર્યા. સ્કૂલવાનના ડ્રાઈવરની કરતૂત સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 10T130306.780 વડોદરા : સંસ્કારી નગરીને લાંછન લગાડતો કિસ્સો, સ્કૂલ વાનમાં વિદ્યાર્થીની સાથે પિતા સમાન વ્યક્તિએ કર્યા અડપલાં

વડોદરા : સંસ્કારી નગરીને લાંછન લગાડતો કિસ્સા સામે આવ્યો છે. શાળાએ સ્કૂલવાનમાં જતી વિદ્યાર્થીની સાથે પિતા સમાન વ્યક્તિએ અડપલા કર્યા. વિદ્યાર્થીનીએ માતા-પિતાને જાણ કરતા પરિવારે લપંટ આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધી. સ્કૂલવાનના ડ્રાઈવરની કરતૂત સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

school girl student molest by school van driver in vadodara caught by police

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ આ બનાવમાં પીડિત 14 વર્ષીય વિદ્યાર્થીની વાસણા વિસ્તારમાં રહે છે. તે એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની શાળામાં જવા-આવવા માટે સ્કૂલવાનનો ઉપયોગ કરે છે. દરમ્યાન 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના 54 વર્ષીય ડ્રાઈવર ગોપાલસિંહ અમરસિંહ ચૌહાણ અવાર-નવાર શારીરિક અડપલા કરતો હતો. 54 વર્ષીય ડ્રાઈવર પોતાના આ ખરાબા ઇરાદાના કારણે અન્ય વિદ્યાર્થીઓને પહેલા ઉતારી દેતો અને આ વિદ્યાર્થીનીને છેલ્લે ઘરે ઉતારતો હતો. વાનમાંથી અન્ય વિદ્યાર્થીઓ ઉતરી ગયા બાદ એકલતાનો લાભ લઈ ડ્રાઈવર અનેક વખત વિદ્યાર્થીનીની છેડતી કરતો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીની ડરના કારણે ડ્રાઈવરની આવી કરતૂતની જાણ પરિવારમાં કોઈને ના કરી.

સ્કૂલવાનના 54 વર્ષીય લંપટ ડ્રાઈવરની શારીરિક અડપલાં કરવાની હરકતો વધતા આખરે વિદ્યાર્થીની કંટાળી ગઈ. એક દિવસે તેણે પોતાના યોગ શિક્ષક અને નાના-નાનીને ડ્રાઈવરના કરતૂત વિશે જાણ કરી. તેના બાદ નાના-નાનીએ ડ્રાઈવરને ઠપકો આપ્યો અને કહ્યું કે તેમની પુત્રીને હંમેશા પાછળ જ બેસાડે. પરિવાર તરફથી ઠપકો મળવા છતાં લંપટ આધેડ ડ્રાઈવરની હરકતો બંધ થઈ નહી. સુધારવાના બદલે સ્કૂલવાનના ડ્રાઈવરે અડપલા ચાલુ રાખતા આખરે પરિવારે પણ તેના ત્રાસથી કંટાળીને પરિવારને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે વાન ચાલક ગોપાલસિંહ ચૌહાણની ધરપકડ કરી. રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. મહિલાઓ ઘર કે બહાર ક્યાંય સુરક્ષિત નથી. પિતા જેવી વ્યક્તિ આ પ્રકારની હરકતો કરતા માસૂમ નિર્દોષ બાળકીઓના વિકાસ પર પણ અસર થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ