Delhi News/ ‘VB-GRAM-G એક જુમલો છે’, રાહુલ ગાંધીએ મનરેગાના બહાને સરકાર પર સાધ્યું નિશાન!

નવી દિલ્હીમાં મનરેગા શ્રમિક સંમેલનમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નવા બિલ (VB-GRAM-G Bill) નો વિરોધ કર્યો. માથે ગમછો અને ખભે કોદાળી રાખી રાહુલ ગાંધીએ મનરેગા બચાવવા હાકલ કરી.

Top Stories NATIONAL India
VB-GRAM-G

Rahul Gandhi MNREGA Protest Delhi VB-GRAM-G Bill: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘રાષ્ટ્રીય મનરેગા શ્રમિક સંમેલન’માં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શ્રમિકોના લુકમાં જોવા મળેલા રાહુલ ગાંધીએ માથે ગમછો બાંધ્યો હતો અને ખભે કોદાળી રાખી મનરેગા બચાવવા માટે હાકલ કરી હતી. તેમણે સરકારના નવા બિલ ‘VB-GRAM-G’ ને ગરીબોના હક પર હુમલો ગણાવ્યો હતો.

VB-GRAM-G

‘મનરેગા ગરીબોનો અધિકાર હતો, જે સરકાર છીનવી રહી છે’

રાહુલ ગાંધીએ સંબોધન કરતા જણાવ્યું કે, મનરેગા માત્ર યોજના નહોતી પરંતુ ગરીબોને કામ આપતો એક કાયદેસરનો ‘અધિકાર’ હતો. ભાજપ અને પીએમ મોદી આ કોન્સેપ્ટને ખતમ કરવા માંગે છે. તેમણે આક્ષેપ કર્યો કે ‘VB-GRAM-G’ બિલ માત્ર એક જુમલો છે. હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે કોને કામ આપવું અને કોને પૈસા, જેમાં ભાજપ શાસિત રાજ્યોને પ્રાથમિકતા મળશે. જે પૈસા પહેલા સીધા મજૂરોને મળતા હતા, તે હવે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ખિસ્સામાં જશે.

અદાણી-અંબાણી પર નિર્ભર રાખવાનો ખેલ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ એવું ભારત ઈચ્છે છે જ્યાં સંપત્તિ માત્ર ગણ્યા-ગાંઠ્યા હાથોમાં રહે જેથી ગરીબોએ અદાણી અને અંબાણી પર નિર્ભર રહેવું પડે. તેમણે મનરેગાને પંચાયતી રાજની શક્તિ ગણાવી અને શ્રમિકોને આ નવા બિલ વિરુદ્ધ એકજૂથ થવા અપીલ કરી.

VB-GRAM-G

ખડગેએ પણ કર્યા પ્રહારો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મનરેગાને નિરસ્ત કરવાના સરકારના નિર્ણયને મહાત્મા ગાંધીનું નામ ભૂંસી નાખવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ સંસદના બજેટ સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે.

‘મનરેગા બચાવો સંગ્રામ’ અભિયાન

નોંધનીય છે કે કોંગ્રેસે મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવવા માટે 10 જાન્યુઆરીથી 45 દિવસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ સંમેલનમાં દેશભરના મજૂરો પોતપોતાના કાર્યસ્થળની માટી લઈને આવ્યા હતા, જેને રાહુલ ગાંધી અને ખડગેએ છોડમાં અર્પણ કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટના ધોરાજીમાં ફરી ધૂણ્યું મનરેગા કૌભાંડનું ભૂત, ચાર સામે ગુનો નોંધાતા ખળભળાટ

આ પણ વાંચો: ફરેણી ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર, સરપંચ અને તલાટી સહિત 4 સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો: રામનું નામ બદનામ ન કરો’ — મનરેગા નામ બદલવાના મુદ્દે સંસદમાં શશી થરૂરનો આકરો વિરોધ