Bhavnagar News/ બગદાણા વિવાદ: 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન

Bagdana Controversy કેસમાંઅત્યારસુધીમાં ધરપકડનો આંક 13 પર પહોંચ્યો

Gujarat Top Stories Others
Bagdana Controversy

Bhavnagar News : બગદાણા વિવાદ (Bagdana Controversy) પ્રકરણમાં શાંતિ થવાની જગ્યાએ વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે. ભોગ બનનાર નવનીત બાલધિયા (Navneet Baldhia)ના સમર્થનમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર શહેરના અક્ષરપાર્ક, કુંભરવાડા ખાતે યોજાશે. નવનીત બાલધિયાએ વીડિયો મારફતે સમાજના તમામ આગેવાનો અને લોકોને મહાસંમેલનમાં જોડાવા આહ્વાન કર્યું છે. આ સાથે બગદાણા વિવાદ (Bagdana Controversy) માં “નવા-જુની” ખેંચતાણના પણ એંધાણ દેખાઈ રહ્યા છે.

શું છે બગદાણા વિવાદ (Bagdana Controversy) મામલો?

માહિતી મુજબ 29 ડિસેમ્બર, 2025ની રાત્રે બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા (Navneet Baldhia)પર 8 શખસોએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા બાદ નવનીતે 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત પછી આરોપ લગાવ્યો હતો કે બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુદ્દે થયેલી વાતચીતના કારણે સમગ્ર વિવાદ ભભૂકી ઉઠ્યો.

નવનીત બાલધિયા (Navneet Baldhia)નો દાવો છે કે માયાભાઈ આહીરે “માફીનો વીડિયો” મોકલ્યો હતો, જે પછી તેમના પુત્ર જયરાજ આહીરને લાગણી પહોંચતા “ષડયંત્ર” રચાયું. નવનીત બાલધિયા (Navneet Baldhia) એ પોલીસ પર કેસ “ડાયવર્ટ” કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને હુમલા સમયે આરોપીઓ વીડિયો કોલ પર કોની સાથે વાત કરતા હતા તેની તપાસ કરવાની માગ કરી છે.

SIT તપાસ: ‘હુમલામાં જયરાજનો હાથ’ એવો નવનીતનો દાવો

SIT તપાસ: ‘હુમલામાં જયરાજનો હાથ’ એવો નવનીતનો દાવો

SIT રચાયા બાદ બગદાણા વિવાદ (Bagdana Controversy) માં નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. નવનીત બાલધિયા (Navneet Baldhia) એ SIT સમક્ષ નિવેદન આપી દાવો કર્યો હતો કે તેમણે ટીમને 15 પુરાવા આપ્યા છે અને તપાસ થશે તો “મુખ્ય સૂત્રધાર” સુધી પહોંચાશે. નવનીતે ફરી એકવાર દાવો કર્યો કે હુમલો જયરાજે જ કરાવ્યો છે. સાથે ચીમકી આપતાં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો સમાજનું સંમેલન બોલાવાશે—જે મુજબ હવે 1 ફેબ્રુઆરીનું મહાસંમેલન યોજાવાનું નક્કી થયું છે.

‘બોલાવશે તો હાજર રહીશ’: SIT બાદ જયરાજનું નિવેદન

બીજી તરફ, સમન્સ બાદ 21 જાન્યુઆરીએ જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની સાડા ત્રણ કલાક પૂછપરછ કરી હતી. બહાર આવી જયરાજે જણાવ્યું હતું કે પૂછાયેલા તમામ સવાલોના જવાબ આપ્યા છે અને આગળ પણ બોલાવશે તો હાજર રહેશે.

ધરપકડનો આંક 13 થયો

 બગદાણા વિવાદ (Bagdana Controversy) માં અત્યાર સુધી નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર સહિત અનેકની ધરપકડ થઈ હતી. SIT તપાસમાં વધુ ત્રણની ધરપકડ બાદ હવે તાજેતરમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા છે. કુલ મળીને ધરપકડનો આંક 13 પર પહોંચ્યો છે.


આ પણ વાંચો : વાઇરલ વીડિયોએ ગરમાવ્યું બગદાણા હુમલા કેસનું રાજકારણ: માયાભાઈના પુત્ર જયરાજ પર આક્ષેપ, કોંગ્રેસ પણ મેદાને

આ પણ વાંચો : બગદાણા આશ્રમ સેવક નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં મોટો વળાંક, મહુવા DySP રીમા ઝાલાને પદથી હટાવાયા

આ પણ વાંચો : બગદાણા નવનીત બાલધીયા મારપીટ કેસ: જયરાજ આહિરને SITનું તેડું