Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0: ગુજરાતમાં ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓ ઝડપાયા

ગુજરાત પોલીસ અને CCOEના ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ (Operation Mule Hunt) હેઠળ ₹2,289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 638 આરોપીઓની ધરપકડ.

June 1, 2026June 1, 2026Maya Sindhav
Top Stories Gujarat Others Breaking News
Operation Mule Hunt:₹2289 કરોડના સાયબર કૌભાંડનો ભંડાફોડ, હવે AI કરશે મોનિટરિંગ

Gujarat News: ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ (Operation Mule Hunt) હેઠળ રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડ (Cyber ​​Fraud) નેટવર્ક પર્દાફાશ થયો છે. આ ઓપરેશન દરમિયાન કુલ ₹2,289 કરોડના સાયબર ફ્રોડના કેસો સામે આવ્યા છે અને 913 જેટલા શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કુલ 638 આરોપીઓની ધરપકડ કરી છે.

શું હોય છે મ્યૂલ એકાઉન્ટ?

સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા અથવા મની લોન્ડરિંગ કરવા માટે જે બેંક ખાતાઓનો ઉપયોગ થાય છે તેને ‘મ્યૂલ એકાઉન્ટ’ કહેવાય છે. આવા ખાતા ચલાવનાર વ્યક્તિને ‘મની મ્યૂલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત સામાન્ય લોકો અજાણતા પોતાનું ખાતું ઉપયોગ માટે આપી દેતા હોય છે, જે બાદ તે ખાતાનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે થતો હોય છે.

Operation Mule Hunt: રાજ્યવ્યાપી વિશેષ અભિયાન

વર્ષ 2025 દરમિયાન ગુજરાત પોલીસ, સાયબર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વિવિધ પોલીસ કમિશનર કચેરીઓએ સંયુક્ત રીતે આ ઓપરેશન (Operation Mule Hunt) ચલાવ્યું હતું. આ માટે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈનના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બેંકો સાથે રિયલ-ટાઇમ ડેટા શેરિંગ કરીને શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખવામાં આવી હતી.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 (Operation Mule Hunt) દરમિયાન ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કુલ 565 FIR નોંધવામાં આવી હતી અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ 913 શંકાસ્પદ મ્યૂલ એકાઉન્ટ્સ (Operation Mule Hunt) સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન કુલ 4,052 સાયબર ગુનાઓ ઓળખવામાં આવ્યા હતા, જેમાંથી 491 ગુનાઓ ગુજરાત સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં અંદાજે ₹2,289 કરોડના સાયબર ફ્રોડ (Cyber ​​Fraud)નો પર્દાફાશ થયો છે.

પોલીસની કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર બેંકિંગ વ્યવહારોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચેક દ્વારા થતા નાણાકીય ઉપાડમાં 75 ટકા ઘટાડો થયો છે, જ્યારે માસિક ચેક ઉપાડની રકમ ₹126 કરોડથી ઘટીને માત્ર ₹25 કરોડ રહી ગઈ છે. ઉપરાંત ATM દ્વારા થતા ઉપાડમાં 66 ટકા ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટથી ડિસેમ્બર 2025 દરમિયાન પ્રથમ લેયરના મ્યૂલ એકાઉન્ટ્સની સંખ્યામાં પણ 30 ટકા ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે આ ઓપરેશન બાદ સાયબર ગુનેગારો માટે ગેરકાયદેસર નાણાં હેરફેર કરવી હવે વધુ મુશ્કેલ બની ગઈ છે.

હવે AI ટેક્નોલોજી કરશે મોનિટરિંગ

સાયબર ફ્રોડ સામે વધુ કડક પગલાં લેવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) AI આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકશે.‘ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન’ (IDPIC) દ્વારા દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શનને Low Risk, Medium Risk અને High Risk કેટેગરીમાં વહેંચવામાં આવશે.આ ટેક્નોલોજી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઝડપથી ઓળખી બેંકો તાત્કાલિક કાર્યવાહી કરી શકશે.

Mulehunter.ai બનશે મોટી મદદ

સાયબર ગુનાઓ સામે લડવા માટે mulehunter.ai નામની સેન્ટ્રલ રજીસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ દ્વારા દેશભરની બેંકો વચ્ચે શંકાસ્પદ ખાતાઓની માહિતી ઝડપથી શેર કરી શકાશે.આ પહેલને સાયબર ક્રાઈમ સામેની સૌથી મોટી ટેક્નોલોજીકલ કાર્યવાહી માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ

આ પણ વાંચો:અમદાવાદમાં જેલ પેરોલના નામે સાયબર ફ્રોડ: 10 મિનિટમાં ₹45 હજારની ઠગાઈ

આ પણ વાંચો:ગુજરાત પોલીસે ₹77 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, 16 છેતરપિંડી કરનારાઓની ધરપકડ

Post navigation

રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં જ વિવાદ, માહોલ ગરમ
આ શું જાપાનમાં ભારતીય મહિલા ચોરી કરતી ઝડપાઈ? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાએ મચાવી ચર્ચા

More Posts

assam news/ આસામના CM જશે જેલમાં, પીએમ મોદી-અમિત શાહ બચાવી નહીં શકે: રાહુલ ગાંધી

July 16, 2025July 16, 2025Maya Sindhav

Scam/ અમદાવાદમાં આટલા કરોડનું મસમોટું GST કૌભાંડ પકડાયું

January 6, 2021January 6, 2021hardik shah
લોકો બેરોજગાર સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે

અમદાવાદ/ સિવિલ મેડિસિટીમાં કોવિડ યુનિટ બંધ થતાં 1000 થી વધારે લોકોને કરાયા છૂટા

November 15, 2021November 15, 2021padma prajay

Not Set/ ચોક બજાર વિસ્તારમાં હપ્તા ખોરની ધુલાઈ, વસૂલી કરતા વિડીયોમાં થયા કેદ

March 18, 2019Nirmal Acharya
Lucky Draw

Surendranagar News/ સુરેન્દ્રનગરના તરણેતર ગામમાં ગૌશાળાના નામે કરોડોની છેતરપીંડી

January 16, 2026January 16, 2026Panara Mansi

નિધન/ સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન,સમગ્ર પંથક શોકમગ્ન

October 16, 2021October 16, 2021mustak malik

Not Set/ સુરત: બે નામચીન બુટલેગરો વચ્ચે ધીંગાણુ

January 31, 2019January 31, 2019Nirmal Acharya

VISIT/ દિવની મુલાકાત લેનારા કોવિંદ ત્રીજા રાષ્ટ્રપતિ, અગાઉ આ રાષ્ટ્રપતિ આવી ચુક્યા છે દિવ

December 22, 2020December 22, 2020padma prajay

Prime Minister of Italy/ PM મેલોની રશિયન પ્રૅન્ક કૉલમાં ફસાયા, રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા કરવા માટે વિપક્ષના નિશાનામાં આવ્યા

November 3, 2023Mansi Panara

Not Set/  ગોવાના GMCH માં ચાર દિવસમાં 75 દર્દીઓનાં મોત, આ પાર્ટીએ સીએમ સામે ફરિયાદ નોંધાવી

May 14, 2021May 15, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy