ગુજરાત/ 100% નો રિપીટ થીયરી અપનાવી ભાજપે રચ્યો ઇતિહાસ, રાજ્યના 14 જિલ્લાના…

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું ગઠન કરવામાં આવ્યું  છે. 100 ટકા નો રિપીટ થીયરી અપનાવીને દેશના ઇતિહાસમાં સૌ-પ્રથમ વાર….

Gujarat Others
નો રિપીટ થીયરી

ગુજરાતમાં ભાજપ , વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું ગઠન કરવામાં આવ્યું  છે. 100 ટકા નો રિપીટ થીયરી અપનાવીને દેશના ઇતિહાસમાં સૌ-પ્રથમ વાર સંપૂર્ણનવા ચહેરા પ્રધાનમંડળની રચનામાં સામેલ થયા છે. તો બીજીબાજુ જે જિલ્લામાંથઈ એક પણ પ્રધાન નિયુક્તિ થઇ શકી નથી એવા 16 જિલ્લા છે. જે પૈકી એક માત્ર કચ્છને પ્રતિનિધિત્વ આપવા ડો.નીમાબેન આચાર્યને આગળ કર્યા છે. પરંતુ અન્ય 14 જિલ્લાના ચૂંટાયેલાં ધારાભ્યો પૈકી  એકપણ ધારાસભ્યનો પ્રધાનમંડળમાં સમાવેશ થયો નથી.

આ પણ વાંચો : પોરબંદર-વેરાવળ હાઇવે કાર પલટી જતા એક જ પરિવારના 3 લોકોના મોત, 2 ગંભીર

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટીમની સરકારની નવરચના થઇ અનેકવિધ વહેતી અટકળનો અંત લાવી 100 ટકા સંપૂર્ણ નો-રિપીટ પ્રધાનમંડળની રચના થઇ છે. દેશમાં તમામ પ્રધાનોના સ્થાને નવાને સ્થાન આપીને ગુજરાતે ઇતિહાસ સર્જ્યો છે. આ ઉપરાંત જ્ઞાતિ-જાતિના આધારે પણ પ્રધાન તરીકે યોગ્ય પ્રતિનિધિત્વ યોગ્ય ધારાસભ્યને ફાળવવામાં આવ્યું છે.

બીજીબાજુ પ્રાદેશિક સ્તરે જોઇએ તો રાજ્યના 33 જિલ્લા પૈકી 16 જિલ્લાને પ્રધાનંમંડળમાં સ્થાન મળ્યું નથી. જો કે કચ્છજિલ્લાને હાલમાં વિધાનસભાનું કાર્યકારી અધ્યક્ષપદ પ્રાપ્ત થયું છે. આ સ્થાને ડો.નિમાબેન આચાર્યની નિયુક્તિ કરવામાં આવી છે. પરંતુ અન્ય 15 જિલ્લામાંથી કોઇ ધારાસભ્યનો પ્રધનમંડળમાં સમાવેશ થયો નથી. જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જે વિસ્તારનું સંસદમાં પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે તે સુરતના ચાર ધારાસભ્યોને પ્રધાનપદ પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચો :નવી સરકારના કેબિનેટ મંત્રીની સંપત્તિ વિશે જાણો….

જેમાં બે કેબિનેટ અને બે રાજ્યકક્ષાના પ્રધાનો તરીકે સ્થાન આપ્યું છે. જેમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીને માર્ગ-મકાન વિભાગ સોંપવામાં આવ્યો છે. નરેશ પટેલને આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી આપી છે. જ્યાકે રાજ્યકક્ષાના ગૃહમંત્રી તરીકે યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી પર પસંદગી ઉતારવામાં આવી છે અને વિનોદ મોરડિયાને શહેરીવિકાસ વિભાગ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  જે 16 જિલ્લાને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નથી તેમાં કચ્છ સિવાયના અન્ય જિલ્લા પ્રમાણે છે.

15 જિલ્લા પ્રધાનમંડળમાં સમાવેશ નથી

–     અમરેલી             –   આણંદ     –   અરવલ્લી     –   ભરૂચ   –  બોટાદ

–    ગીર-સોમનાથ    –  પોરબંદર   –  દ્વારકા            –   ડાંગ     – તાપી

–    નર્મદા                –  દાહોદ        –  છોટાઉદેપુર    –   પાટણ  અને  ગાંધીનગર

હવે આગામી સમયમાં પ્રધાનમંડળમાં નહીં સ્થાન પામેલા  જિલ્લાના ધારાસભ્યોને ખાલી પડેલાં બોર્ડ-નિગમમાં સ્થાન અપાશે કે કેમ તે જોવું રહેશે.નહીં તો આગામી વિધાનસભા – 2022 ચૂંટણી ભાજપ માટે કપરા ચઢાણ સમાન પુરવાર થઇ શકે છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોષની લાગણી

આ પણ વાંચો :રાજ્યની નવી સરકારમાં પાટીદારનો દબદબો