લાંબા સમયથી જે માટે રાહ જોવામાં આવી રહી હતી તે ચારધામ યાત્રા હવે આવતીકાલથી શરૂ થઈ ગઈ છે એવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને ઉત્તરાખંડ સરકારે યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ નિર્માણ કરી છે.આવતીકાલથી બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રી માં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી એમ કહ્યું છે કે યાત્રિકોનું હૃદયપૂર્વક સ્વાગત છે.
આ પણ વાંચો : ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક
આવતીકાલથી બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રી માં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી એમ કહ્યું છે કે યાત્રિકોનું હૃદયપૂર્વક સ્વાગત છે. ગઈકાલે જ હાઇકોર્ટ દ્વારા ચારધામ યાત્રા સામેની રોક હટાવી લેવામાં આવી હતી.જોકે આવતીકાલથી શરૂ થનારી ચારધામ યાત્રા કોરોનાવાયરસ ના તમામ નિયમોનું કડક પાલન સાથે શરૂ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો :મહિલા મંત્રાલયમાં મહિલાઓ પર જ પ્રતિબંધ, આ છે તાલીબાનની હકીક્ત
યાત્રિકો માટે દરેક પ્રકારની વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે અને ઉત્તરાખંડ સરકાર દ્વારા બધી તૈયારી પૂરી કરી લેવામાં આવી છે. જોકે આ વખતે મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રા કરવાનો અવસર મળવાનો છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી એ ટ્વીટ કરીને કહ્યું છે કે ચારધામ યાત્રાનું ઉત્તરાખંડ માટે સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ ખૂબ જ રહ્યું છે. દર વર્ષે દેશ-વિદેશના લાખો લોકો યાત્રામાં જોડાય છે
