Lifestyle: આજે ભારતમાં છૂટાછેડા (Divorce)ને એક સંબંધના દુખદ અંત તરીકે જોવામાં નથી આવતો પણ એ એક નવી અને બહેતર જીંદગીની શરુઆતના રુપમાં જોવામાં આવી રહ્યો છે. ‘છૂટાછેડા એ જીંદગીનો ફુલ સ્ટૉપ છે’… આ જૂની અને ઘસાયેલી વિચારધારાને પાછળ છોડીને ભારતીય સમાજનો એક મોટો વર્ગ હવે આગળ વધી ગયો છે.
પરંતુ, છૂટાછેડા પછી ફરીથી ડેટિંગ (Dating) અને પ્રેમની દુનિયામાં પગરણ માંડતા પાત્રો, પહેલાથી ઘણી ક્લેરિટી અને મેચ્યોરિટી (Maturity)ની સાથે આગળ વધે છે. ભૂતકાળના કડવા અનુભવો પછી એ સારી રીતે સમજી ગયા હોય છે કે એમના માટે કોઇ પણ સંબંધ (Relationship)માં સૌથી વધારે જરુરી વસ્તુ શું છે.
મૅચમેકિંગ એપની સ્ટડીમાં રસપ્રદ ખુલાસો
મૅચમેકિંગ એપ Rebounce ના રસપ્રદ સ્ટડીમાં જાણવા મળેલા એક તાજેતરના રિપોર્ટથી આ પરિવર્તન થયું હોવાની વાત પર મહોર લાગી છે. આ અભ્યાસ મુજબ, વર્ષ 2025માં ફરીથી ડેટિંગ શરુ કરનારા 5 માંથી 3 છૂટાછેડા લીધેલી સિંગલ વ્યક્તિઓ પોતાના પાર્ટનર (Partner)ને લઈને ઘણી જ સ્પષ્ટ જણાઇ હતી. એમની પાસે હવે એવા ડીલ બ્રેકર્સ (સમજૂતી ન કરવાની શરતો)ની યાદી છે જે એમના પ્રથમ લગ્ન દરમિયાન ન હતી!

આ ટ્રેન્ડ દર્શાવે છે કે, હવે લોકો પોતાની ખુશી અને માનસિક શાંતિ સાથે સમજૂતી કરવાના સ્થાને પોતાના અનુભવોમાંથી શીખીને એક વધુ સંતુલિત અને આનંદમય જીવન તરફ આગળ વધી રહ્યાં છે।
27 થી 40 વર્ષના લોકો પર કરવામાં આવ્યો આ અભ્યાસ
આ અભ્યાસ દેશના 1, 2 અને 3 ટિયર શહેરોના 5,834 એક્ટિવ ડેટર્સ સાથે હાથ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામેલ 27 થી 40 વર્ષના લોકો છૂટાછેડા વાળા હતા અથવા તો પોતાના પાર્ટનરથી અલગ થઇ ચૂક્યા હતા.
આ અભ્યાસના પરિણામો વિશે Rebounce ના ફાઉન્ડર અને CEO રવિ મિત્તલે કહ્યું કે, “આ સર્વે બીજા લગ્ન વિશે સમાજની વિચારધારામાં આવી રહેલા એક સ્પષ્ટ પરિવર્તનને દર્શાવે છએ. હવે લોકો કેવળ સમજૂતી કરીને કે પરિસ્થિતિઓની સાથે એડજસ્ટ કરવા માટે તૈયાર નથી.”
છૂટાછેડા (Divorce) બાદ બીજા લગ્ન કરનાર પાર્ટનરમાં શું શોધે છે?
એમણે એમ પણ જણાવ્યું હતુ કે, “બીજા લગ્ન (Remarriage) હવે પહેલા કરતા વધુ સ્પષ્ટતા અને પરસ્પર તાલમેલ પર આધારિત છે. છૂટાછેડાવાળા સિંગલ લોકો હવે ભાવનાત્મક રુપથી વધુ પરિપકવ થઇ ચૂક્યા છે. એમને ખબર છે કે અતીતમાં શું ખોટું થયું અને શાના કારણે એમને દુ:ખ પહોંચ્યુ! આ જ કારણ છે કે એ જૂનાપુરાણા પેટર્ન્સને ફરી દોહરાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે.”

ઇમોશનલ અનઅવેલેબિલિટી હવે મંજૂર નથી
આ સ્ટડી દરમિયાન જોવા મળ્યું હતું કે, સંબંધોને નવી સમજમાં હવે જે સૌથી મોટું અને મજબૂત ડીલ બ્રેકર (Deal Breaker) ઉભરીને સામે આવ્યું છે, એ બીજું કંઇ નહિં પણ ઇમોશનલ અનઅવેલેબિલિટી (Emotional Unavailability) અર્થાત્ પાર્ટનરનું ‘ભાવનાત્મક રુપે ઉપલબ્ધ ન થવું’ એ છે. અધ્યયનમાં સામેલ કેટલાય લોકોએ એ સ્વીકાર કર્યું હતું કે, પોતાના પ્રથમ લગ્ન દરમિયાન એમણે પોતાના પાર્ટનરના ઠંડા રવૈયા અથવા લાગણીઓથી અંતર રાખવાનો એનો સ્વભાવ સમજીને નજરઅંદાજ કરેલો હતો, પણ હવે એ પોતાના માનસિક સ્વાસ્થ્ય(Mental Health) માટે સૌથી મોટું જોખમ માને છે.

સંબંધમાં સંવાદ અત્યંત આવશ્યક છે
38 વર્ષના પીડિયાટ્રિશિયન રાજીવે જણાવ્યું કે, “કોમ્યુનિકેશન (Communication) સંબંધમાં અત્યંત જરુરી છે. કોઈ પણ વ્યક્તિની તરફથી કામની વ્યસ્તતાના કારણે જો જવાબ આપવામાં વાર થઇ જાય તો એ મને મંજૂર છે પણ કોમ્યુનિકેશનની કમી હવે મને સ્વીકાર્ય નથી! હું ફરીથી એ સમયમાં પરત ફરવા નથી માગતો જ્યાં મારે એકલાએ જ સંબંધનો સમગ્ર ભાવનાત્મક બોજ ઉઠાવવો પડે!”
લોકો એકલા બોજો ઉઠાવવાથી બચે છે
મુંબઈમાં રહેનારી 35 વર્ષીય તારિણી આ પરિવર્તનને વર્ણવતા કહે છે કે, “ખામોશી (Silence) તાકાત નથી. ભાવનાત્મક રુપે ઇમોશનલી અનઅવેલેબલ પાર્ટનર સાથે ચૂપચાપ તાલમેલ બેસાડવો એ ન તો તમારી મેન્ટલ હૅલ્થ માટે યોગ્ય છે કે ન તો તમારા લગ્નજીવન માટે! હવે હું સમજી ચૂકી છું કે આવી રીલેશનશિપનો કોઇ મતલબ નથી.”

આત્મસન્માન છે સર્વોપરિ
કલકત્તાની 38 વર્ષીય પરોમિતાનું કહેવું છે કે, “ઇજ્જત અને આત્મસન્માન (Self Respect) સાથે કોઈ જ સમજૂતી ન કરી શકાય. મારા છૂટાછેડા પછી આ તમામ વસ્તુઓ પ્રત્યે મારી સહનશક્તિ ઘણી ઓછી થઇ ગઇ છે. મારે હવે મારી લાઇફ (Life)માં એવી કોઈ વ્યક્તિ નથી જોઇતી જે મને સન્માન અને ગરિમા પ્રદાન ન કરી શકે જેની હું હકદાર છું”
પૈસા પણ જરુરી છે
દિલ્હીની 33 વર્ષની સમીરા કહે છે કે, “પૈસા (Money) એક ઓર જરુરી એરિયા છે… પણ એનો એ અર્થ નથી કે તલાકશુદા સિંગલ લોકો પૈસાને જ પ્રાથમિકતા આપે છે. હું કામ કરું છું. મને કોઇ પ્રોવાઇડર (કમાઇને ખવડાવનારા)ની શોધ નથી. હું તો કેવળ એટલું જ ઇચ્છું છું કે મારો પાર્ટનર પોતાની આર્થિક સ્થિતિ વિશે ઈમાનદાર હોય અને માત્ર દેખાડા પૂરતો પોતાની હેસિયતથી વધુ ખર્ચ કરનાર ન હોય!”
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?
