Entertainment News/ ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!

Bloody Romeo (બ્લડી રોમિયો) મૂવીની પ્રથમ ઝલક જોવા મળી છે…ફિલ્મ મેકર સુજીત દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે, તેલુગુ ફિલ્મસ્ટાર નાની અભિનીત આ ફિલ્મમાં…

Trending Entertainment
Bloody Romeo, સુજીત, તેલુગુ સ્ટાર નાની, ઓ રોમિયો, પૂજા હેગડે

Entertainment News: શાહીદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિયો’ (O Romeo, Shahid Kapoor) તો રિલીઝ થઇ ચૂકી છે અને એના બોક્સ ઓફિસ ભાગ્યનો ફેંસલો પણ આવી ગયો છે! ચાલો..હવે થઇ જાઓ તૈયાર…કસાઇની જેમ કતલ કરીને મોતને ઘાટ ઉતારનાર ‘બ્લડી રોમિયો’ (Bloody Romeo) આવી ગયો છે! જુઓ એની પ્રથમ ઝલક…

સાઉથના નેચરલ સ્ટાર નાનીનો આજે બર્થ ડે

નેચરલ એક્ટિંગનો માસ્ટર ગણાતા તેલુગુ સિનેસ્ટાર નાની (Nani, Telugu Star)નો આજે જન્મદિવસ છે અને આ ખાસ દિવસને મનાવવાની તેલુગુ ફિલ્મ ઉદ્યોગની વિશેષતા છે! ફિલ્મ બ્લડી રોમિયોના દિગ્દર્શક સુજીતે (Director Sujeeth) ઇન્ટાગ્રામ પર એક ઢાંસુ રીલ પોસ્ટ કરીને ફેન્સને ‘બ્લડી રોમિયો ઝોન’ માં વેલકમ કર્યા છે.

Bloody Romeo, સુજીત, તેલુગુ સ્ટાર નાની, ઓ રોમિયો, પૂજા હેગડે

‘બ્લડી રોમિયો’ની પહેલી ઝલક (First Glimpse of Bloody Romeo)

એના કેપ્શનમાં લખ્યું છે, “બ્લડી રોમિયો ઝોનમાં તમારા બધાનું સ્વાગત છે…રસોડાથી માંડીને રસ્તાઓ સુધી, બધું મળીને અમે ગરમાગરમ વ્યંજન પીરસી રહ્યાં છીએ…” સાઉથના નેચરલ સ્ટાર કહેવાતા નાનીનો બર્થ ડે (Nani’s Birthday) આજે 24 ફેબ્રુઆરીએ છે અને આ અવસર પર એની આગામી ફિલ્મની ઝલક પ્રસ્તુત કરવામાં આવી છે. આજે આ સુપરસ્ટાર 42 વર્ષનો થઇ ચૂક્યો છે.

ફિલ્મ બ્લડી રોમિયોનો આ 108 સેકન્ડનો વીડિયો જોતા જ રહી જાઓ એવો ગજ્જબ છે! નાનીનો ઇન્ટેન્સ લુક, બ્લેક આઉટફિટમાં હાથમાં બંદૂક સાથે, ચારે તરફ તબાહીના દ્રશ્યો….જાણે કોઈ એક્શન હીરોએ શેરીઓમાં ધમાલ મચાવી મૂકી હોય!

વીડિયોમાં એનિમેટેડ સ્ટાઇલિશ ગ્લિમ્પ્સ છે જ્યાં નાની એક એવી ભૂમિકામાં છે જે બહારથી તો શાંત અને રોમેન્ટિક દેખાય છે પરંતુ અંદરથી ખતરનાક ગેન્ગસ્ટર છે!

Bloody Romeo, સુજીત, તેલુગુ સ્ટાર નાની, ઓ રોમિયો, પૂજા હેગડે

દુનિયા માટે શૅફ, અંદરખાને ગેન્ગસ્ટર

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં નાની એક ગેન્ગસ્ટર (Gangster)નો રોલ કરી રહ્યો છે જેણે દુનિયા માટે એક શેફ (Chef)નો વેશ ધારણ કરેલો છે. ‘કિચન ટૂ સ્ટ્રીટ્સ’ વાળી લાઇન આ જ કોન્સેપ્ટને હાઈલાઇટ કરે છે, જેમાં રસોડાની ગરમી ખાવાથી માંડીને ગલીઓની ગરમી અર્થાત્ એક્શન-ગેન્ગવોર સુધી બધું જ સામેલ છે. ‘સાહો’ અને ‘ઓઝી’ (‘Saaho’ and ‘Ozzy’) જેવી મોટી ફિલ્મોના મેકર સુજીત (Film Maker Sujit) આ પ્રોજેક્ટને પેન-ઇન્ડિયન લેવલ સુધી લઇ જતા જણાય છે! આ મૂવીનું ટાઇટલ ‘બ્લડી રોમિયો’ છે અને એક્ટર નાની ની આ 34 મી ફિલ્મ છે.

નાનીના ચાહકો ખુશખુશાલ

નાનીના આ ‘કસાઇનુમા’ અવતાર પર એક ફેન દ્વારા આવી કોમેન્ટ કરવામાં આવી છે, “ભાઈને તો સચ મેં કુક કર દિયા!”

તો અન્ય એક ચાહકે લખ્યું કે, “આનાથી સાહો અને વિક્રમની વાઇબ મળી રહી છે…સુજીત સિનેમૅટિક યૂનિવર્સ બનાવી રહ્યા છે કે શું?”

ફિલ્મનું શૂટિંગ જૂનથી શરુ થવાનું છે અને મોટાભાગનું શૂટિંગ તો વિદેશના લોકેશન પર કરવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સમાં પૂજા હેગડે (Pooja Hegde)ને હીરોઇન તરીકે ફાઇનલ કરવાની વાતચીત પણ ચાલી રહી છે. આ મૂવી વર્ષ 2026 ના અંતે અથવા તો 2027ની શરુઆતમાં જ રિલીઝ થશે એવી આશા છે.


આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મોટી રાહત, 150 કરોડના બિટકોઈન કૌભાંડ કેસમાં મળ્યા જામીન

આ પણ વાંચો: 39 વર્ષથી ક્યાં અને કેવી હાલતમાં છે ‘રામાયણ’ના જાંબુવાન? સ્વયં પ્રેમાનંદજી મહારાજ પણ એમના ‘મુરીદ’ થઇ ગયા..!!

આ પણ વાંચો: ફિલ્મ KHxRK નું ટીઝર રિલીઝ…40થી વધુ વર્ષો બાદ સ્ક્રીન શેર કરશે બે મહાનાયકો…રજનીકાંત-કમલ હાસન…