Entertainment News/ 39 વર્ષથી ક્યાં અને કેવી હાલતમાં છે ‘રામાયણ’ના જાંબુવાન? સ્વયં પ્રેમાનંદજી મહારાજ પણ એમના ‘મુરીદ’ થઇ ગયા..!!

Ramayana (રામાયણ) માં ‘જાંબુવન’ અથવા જેને ‘જામ્બવંત’ પણ કહે છે એમની ભૂમિકા ભજવનાર એક્ટર વિશે વાત કરીશું. રામાનંદ સાગરની સિરિયલમાં રોલ કરનાર…

Trending Entertainment
Ramayana, રામાનંદ સાગર, જાંબુવન, શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય, અભિનેતા

Entertainment News: ‘રામાયણ’ ટીવી સિરીયલમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણના પાત્રની જ નહિં પણ એ દરેકે દરેક પાત્રની હજુ પણ જનમાનસ પર ગહન છાપ અંકિત થયેલી છે! આ સીરિયલમાં જાંબુવન (Jambuvan, Ramayana)નું પાત્ર બાખૂબી ભજવનાર એક્ટર શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય (Srikanth Rajasekhar, Actor) આજે ક્યાં અને કેવી હાલતમાં છે એ વિશે વિગતે જાણીશું….

‘રામાયણ’ (Ramayana)ની આપાર લોકપ્રિયતા અકબંધ

રામાનંદ સાગરની ‘રામાયણ’ 1980ના દશકામાં ટેલિવિઝન (Television) પર પ્રસારિત થઇ હતી અને એણે અપાર લોકપ્રિયતા હાંસલ કરી હતી! એનો જે વ્યૂઅરશિપનો રેકોર્ડ છે એણો ભલભલાને અચંબિત કરી દીધા છે! ભારતીય ટેલિવિઝન સીરિયલના ઇતિહાસમાં જે બેન્ચમાર્ક રામાયણે સ્થાપિત કર્યો ત્યાં સુધી પહોંચવાનું ગજુ કોઇ પણ પૌરાણિક ધારાવાહિકનું નથી! આના ટેલિકાસ્ટને લગભગ 39 વર્ષ થઇ ચૂક્યા છે અને આજે પણ એનું દરેક પાત્ર અને કલાકાર લોકહૃદયમાં જીવંત છે!

રામાયણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણના પાત્રને જ નહિં પણ એ દરેકે દરેક પાત્રની હજુ પણ જનમાનસ પર ગહન છાપ અંકિત થયેલી છે! વાનર સેનામાં જાંબુવન અને નિષાદ રાજ જેવા પાત્રો ભજવનાર કલાકારો પણ લોકોને યાદ છે.

Ramayana, રામાનંદ સાગર, જાંબુવન, શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય, અભિનેતા

આજે અમે તમને ‘જાંબુવન’ અથવા જેને ‘જામ્બવંત’ પણ કહે છે એમની ભૂમિકા ભજવનાર એક્ટર વિશે વાત કરીશું. રામાયણની કથામાં અને રામ-રાવણ યુદ્ધમાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા ગણાય છે. કારણ કે, એમણે હનુમાન (Hanuman)ને એમની ભૂલાઇ ગયેલી સુષુપ્ત શક્તિઓનું ભાન કરાવ્યું હતુ. તે પળથી જ હનુમાનજીમાં અનેરું સાહસ પ્રગટ થયું અને એ ઉડીને સાત સમુદ્ર લાંઘીને લંકા પહોંચ્યા બાદ, માતા સીતા ની ભાળ મેળવવામાં સફળ થયા હતા.

શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય બન્યા હતા ‘જાંબુવન’

રામાયણમાં પાત્ર ભજવ્યા છતાંયે આખી સીરિયલમાં ક્યાંય પણ જેમનો અસલ ચહેરો દેખાયો ન હતો, એમ છતાં બુલંદ દમદાર અવાજથી જેમણે દેશના કરોડો લોકોનું દિલ જીત્યું હતુ,એવા પીઢ એક્ટર શ્રીકાંત રાજશેખર ઉત્તર પ્રદેશ (UP)ના ભદોઈ જીલ્લાના હરિહરપુર ગામના રહીશ છે. એમણે ‘રામાયણ’ના કિરદારથી લોકચાહના મેળવી હતી અને આજે પણ લોકો એમની ભૂમિકાને યાદ કરે છે.

શાળાજીવનથી જ એમને એક્ટિંગ કરવાની ધૂન હતી

એવું કહેવાય છે કે, રાજશેખરને સ્કૂલમાં હતા ત્યારથી જ એક્ટિંગનો ચસ્કો લાગી ગયો હતો પણ સાથે ભણવાનું ચાલુ રાખ્યું હતું. આગળ ભણવા માટે એ બનારસ ગયા અને ત્યાં થતી રામલીલામાં ભાગ લેવા લાગ્યા હતા. ધીમે-ધીમે રાજશેખર ઉપાધ્યાયને એક્ટિંગનો શોખ એટલો બધો વધી ગયો કે એ નાટકોમાં ભાગ લેવા લાગ્યા અને પછી તો એમણે પોતે પણ ડ્રામા નિર્માણમાં ઝંપલાવ્યું! આવા જ એક નાટક દરમિયાન, રામાનંદ સાગર (Ramanand Sagar)ના પુત્ર આનંદ સાગરની નજર એમના પર પડી હતી અને એમણે ‘વિક્રમ ઔર બેતાલ’ ધારાવાહિક માટે એમને સાઇન કરી લીધા!

Ramayana, રામાનંદ સાગર, જાંબુવન, શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય, અભિનેતા

‘વિક્રમ ઔર બેતાલ’માં રોલ મળ્યો અને રામાયણમાં એન્ટ્રી થઇ

ઘણા વર્ષ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં રાજશેખરે જણાવ્યા અનુસાર, રામાનંદ સાગરે એક વાર એમનું એક નાટક જોયું હતુ જેનાથી એ ઘણા જ પ્રભાવિત થઇ ગયા હતા! આ દરમિયાન જ એમણે રાજશેખરને પોતાના ટેલિવિઝન શૉ ‘વિક્રમ ઔર બેતાલ’ (Vikram and Betaal)માં કામ આપ્યું હતુ. આ શોમાં રાજશેખરનું કામ ઘણું જ પસંદ પડ્યું હતું. અલબત્ત, રામાયણમાં વિક્રમ ઔર બેતાલના જ મોટાભાગના કલાકારોને સાઇન કરવાના હોવાથી રામાનંદ સાગરે રામાયણમાં આ ભૂમિકા માટે રાજશેખરની પસંદગી કરી હતી. તમને આશ્ચર્ય થશે કે, અગાઉ એમને વીભિષણ (Vibhishan)નું પાત્ર ભજવવાનું હતુ પણ પછીથી એમને જાંબુવનની ભૂમિકા સોંપાઇ હતી! આનું કારણ હતુ એમનો બુલંદ દમદાર આવાજ..!

રામાયણથી લોકપ્રિયતા મળી અને કારકિર્દી જામી ગઇ

રામાયણમાં નિભાવેલા આ પાત્રથી રાજશેખર ઘર-ધરમાં મશહૂર બની ગયા હતા..ત્યારબાદ એમણે અનેક ટીવી શોઝ અને ફિલ્મોમાં પણ કામ કર્યુ. ‘જય હનુમાન’, ‘મહાભારત’ અને ‘અદાલત’ (Jai Hanuman, Mahabharata and Adalat) જેવી સીરિયલોમાં પણ એ દેખાયા પણ જાંબુવનના પાત્ર જેટલી અગાધ લોકપ્રિયતા કોઇ પણ અન્ય પાત્રને મળી ન હતી.

મૂળ ગામ ભદોઇમાં રામકથાનો પ્રચાર કરે છે

રાજશેખર ઉપાધ્યાય મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહીને એક્ટિંગમાં વ્યસ્ત થઇ ગયા હતા પરંતુ, કોવિડ (Covid 19) દરમિયાન, એ એમના ગામ પાછા ફર્યા તો પછી ત્યાં જ વસી ગયા! ત્યારથી જ એ રામ કથાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. જ્યાં પણ રામ કથા (Ram Katha)નું આયોજન થાય છે ત્યાં રાજશેખરને બોલાવવામાં આવે છે. એમને ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો છે. એમના પિતા ગામના મોટા જમીનદાર હતા અને એમનો બહોળો ખેતીવાડીનો વ્યવસાય છે જેને તમામ ભાઈ-બહેનો સંભાળી રહ્યાં છે.

Ramayana, રામાનંદ સાગર, જાંબુવન, શ્રીકાંત રાજશેખર ઉપાધ્યાય, અભિનેતા

પ્રેમાનંદજી મહારાજની વૃંદાવનમાં કરી હતી મુલાકાત

વર્ષ 2023માં રાજશેખરે વૃંદાવનમાં પ્રેમાનંદ જી મહારાજ (Premanand Ji Maharaj)ની મુલાકાત કરી હતી. પ્રેમાનંદ જી એમને મળીને અત્યંત ખુશ થઇ ગયા હતા અને તેમના મશહૂર પાત્રમાં એમણે બોલેલા કેટલાક સંવાદ સંભળાવવાની દરખાસ્ત પણ કરી હતી! જ્યારે એમણે ડાયલોગ સંભળાવ્યા ત્યારે એ એમના મુરીદ (પ્રસંશક) થઇ ગયા!

એવી ધાર્મિક માન્યતા છે કે, ત્રેતાથી દ્વાપર સુધીના યુગ સુધી જીવિત રહેલા જાંબુવન પાસે સ્મયંતક મણિ હતો જેને આજે કોહીનૂર હીરો કહેવામાં આવે છે.


આ પણ વાંચો: ‘હુસૈન ઉસ્તરા’નું દમદાર પાત્ર અગાઉ કોણ નિભાવવાનું હતું?…હવે એના સ્થાને શાહીદ કપૂર…ફિલ્મ ‘ઓ રોમિયો’…

આ પણ વાંચો: હોસ્પિટલમાં ભરતી થયા સલીમ ખાન, પિતાને મળવા પહોંચી બંને પુત્રીઓ અને સલમાન ખાન…

આ પણ વાંચો: શોબિઝ થી કંટાળીને કોઇએ આત્મહત્યા કરી કે કોઇએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી…વાત છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાની..!