Entertainment News: ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમના ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ અંદાજ (Bold Style)ના કારણે ચર્ચામાં રહે છે. આજે અમે તમને આવી જ અભિનય પ્રતિભાઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેમણે એક સમયે બી ગ્રેડ ફિલ્મો (B Grade Films)માં કામ કરવું પડ્યું હતુ!
બોલીવૂડ (Bollywood) સેલિબ્રિટીઝ ગમે તે કારણોસર હેડલાઈન્સમાં ચમકતી રહે છે! ભલે તે બાબત કોઈ ફિલ્મ વિશેની હોય કે પછી એમની પર્સનલ લાઇફ વિશે! ખાસ કરીને જ્યારે કોઇ હીરોઈન (Heroine) એની ફિલ્મમાં બોલ્ડ અવતારમાં દેખાય ત્યારે એના વિશે વધારે ચર્ચાઓ થતી હોય છે. આજે પ્રખ્યાત બનેલી એવી ઘણી અભિનેત્રીઓને ઓપોર્ચ્યુનિટીની કમી અથવા તો પૈસા કમાવા માટે એવી ફિલ્મોમાં કામ કરવું પડેલું કે જે મૂવીઝનો બી-ગ્રેડમાં સમાવેશ થાય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ટીવીના પડદે ચમકવાની પ્રબળ આશાથી અનેક કલાકારો પ્રયાસ કરે છે પણ સફળતા અમુકને જ હાથ લાગે છે! ઘણી વાર મજબૂરીમાં ઉચિત કામ ન મળવાને લીધે અને પૈસાના અભાવને કારણે અનેક લોકો સમજૂતી સાધી લેતા હોય છે. આજે અમે તમને આવી જ અભિનય પ્રતિભાઓ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ, જેમને બી-ગ્રેડ ફિલ્મોમાં એક સમયે કામ કરવું પડ્યું હતુ! ટેલિવિઝનની અનેક લોકપ્રિય એક્ટ્રેસ (TV Actresses) છે જે આજે તો ઘર-ઘરમાં મશહૂર છે. પરંતુ, ઘણા ઓછા લોકો એ જાણે છે કે, ટીવીના પડદે આપાર લોકપ્રિયતા હાંસલ કરનારી આ હસીનાઓને એમની કારકિર્દીની શરુઆતના સંઘર્ષપૂર્ણ દિવસોમાં બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું!
બી ગ્રેડ ફિલ્મો (B Grade Films)માં કામ કરી ચૂકેલી અભિનેત્રીઓ

શ્વેતા તિવારી
શ્વેતા તિવારી (Shweta Tiwari, Prerna)એ પોતાના ફિલ્મી કેરિયરની શરુઆતના દિવસોમાં ‘હમારે સૈંયા હિન્દુસ્તાની’ જેવી કેટલીક બી કેટેગરીની મૂવીઝમાં કામ કર્યું હતુ.
ભારતીય ટેલિવિઝનની એક સમયે ઘર-ઘરમાં લેકપ્રિય બનેલી, સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત બાલાજી ટેલિફિલ્મ્સની સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ માં ‘પ્રેરણા’ની ભૂમિકા ભજવીને શ્વેતાએ છપ્પરફાડ લોકપ્રિયતા હાંસલ કરી હતી.

દિશા વાકાણી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી રેકોર્ડ સર્જનારી ટીવી ધારાવાહિકમાં કામ કરનાર દિશા વાકાણી (Disha Vakani, Dayaben)નું ‘દયાબેન’નું પાત્ર લોકોના હૃદયમાં આજે પણ એટલું જ વસેલું છે. પણ શું તમને ખબર છે કે, એમને વર્ષ 1997માં બી ગ્રેડ ડ્રામા ફિલ્મ ‘કમસિન-ધ અનટચ્ડ’ જેવી ફિલ્મથી પોતાના એક્ટિંગ કેરિયરની શરુઆત કરવી પડેલી!

ઉર્વશી ધોળકિયા
બાલાજી ટેલિફિલ્મની સફળ ધારાવાહિક ‘કસૌટી જીંદગી કી’ માં કોમોલિકાનું નેગેટિવ પાત્ર ભજવીને મશહૂર બનેલી ઉર્વશી ધોળકિયા (Urvashi Dholakia, Komolika) ને કોણ નથી જાણતું? આ એક્ટ્રેસે કેવળ 17 વર્ષની વયે કેટલીક બોલ્ડ મૂવીઝમાં કામ કર્યું હતુ!

અર્ચના પૂરણ સિંહ
કપિલ શર્મા શોમાં હાસ્યના ઠહાકા લગાવતા નજરે પડતી અર્ચના પૂરણ સિંહ (Archana Puran Singh, Kapil Sharma Show) આજે તો કરોડોની માલિક છે પણ એની કેરિયરના પ્રારંભિક સંઘર્ષપૂર્ણ દિવસોમાં મજબૂરીમાં એણે બી કેટેગરીની ફિલ્મોમાં કામ કર્યું હતુ.

રશ્મિ દેસાઇ
લોકપ્રિય ધારાવાહિક ‘ઉતરન’ ફેઇમ રશ્મિ દેસાઇ (Rashmi Desai) આજે પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. આ સીરિયલમાં ‘તપસ્યા’ની ભૂમિકાથી દર્શકોનું દિલ જીતી લેનારી ગુજરાતી પરિવારમાં જન્મેલી રશ્મિએ એની કેરિયરની શરુઆત ભોજપુરી ફિલ્મો (Bhojpuri Films) અને ટીવી સિરિયલોથી કરી હતી. પરંતુ એણે પણ એના સંઘર્ષના દિવસોમાં કેટલીક બી ગ્રેડ મૂવીઝમાં કામ કરેલું છે.

સના ખાન
બિગ બોસ ફેઇમ સના ખાને (Big Boss Fame Sana Khan) બોલીવુડમાં પગલાં પાડતા પહેલા ‘ક્લાઇમેક્સ’ નામની બોલ્ડ ફિલ્મમાં કામ કર્યું હતુ. હવે તો એણે આ શોબિઝને અલવિદા કહી દીધું છે અને ઇસ્લામ (Islam)ના માર્ગે આગળ વધી ગઇ છે.

શમા સિકંદર
આજે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવી ચૂકેલી ‘યે મેરી લાઇફ હૈ’ દ્વારા આગવી ઓળખ મેળવી ચૂકેલી અભિનેત્રી શમા સિકંદર (Shama Sikandar) પણ એની કારકિર્દીના કઠિન દિવસોમાં ‘બસ્તી’ નામની બી-દરજ્જાની મૂવીમાં કામ કરી ચૂકી છે.

મોનાલિસા
ભોજપુરી ડીવા મોનાલિસા (Mona Lisa)એ ટીવીના પડદે એન્ટ્રી કરતા પહેલા કેટલીયે બી કેટેગરીની ફિલ્મોમાં કામ કર્યું હતુ પરંતુ, આજે એ ઇન્ડસ્ટ્રીમાં ઊંચો પડાવ હાંસલ કરી ચૂકી છે.
આ પણ વાંચો: ‘હુસૈન ઉસ્તરા’નું દમદાર પાત્ર અગાઉ કોણ નિભાવવાનું હતું?…હવે એના સ્થાને શાહીદ કપૂર…ફિલ્મ ‘ઓ રોમિયો’…
આ પણ વાંચો: હોસ્પિટલમાં ભરતી થયા સલીમ ખાન, પિતાને મળવા પહોંચી બંને પુત્રીઓ અને સલમાન ખાન…
આ પણ વાંચો: શોબિઝ થી કંટાળીને કોઇએ આત્મહત્યા કરી કે કોઇએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી…વાત છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયાની..!
