મુંબઈ
વરુણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુઈ ધાગા: મેડ ઇન ઇન્ડિયા’નું ન્યુ સોંગ ‘ખટર-પટર’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને સિંગર પેપોનને ગાયું છે. જણાવીએ કે આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.
જુઓ વીડીયો..
આ ન્યુ સોંગમાં મમતા અને મોજીના સફરની નવી શરૂઆત બતાવવામાં આવી છે. બંને તેમની નવી કંપનીની શરૂઆત કરે છે. આવ તો ફિલ્મની સ્ટોરીને ટ્રેલરમાં સારી રીતે બતાવવામાં આવી હતી. આ સ્ટોરી છે મમતા અને મોજીની. જેવો જીવનમાં ઠોકર લગ્યા પછી પોતાના સપનાને પુરા કરે છે.
અનુષ્કા શર્માએ આ સોંગને શેર કરતા લખ્યું કે સુઈ સીધી ખડી નાચે ધાગા!
सुई सीधी खड़ी नाचे धागा! Here’s our song #KhatarPatar. https://t.co/lEspIZJtch@Varun_dvn @yrf @SuiDhaagaFilm @paponmusic @varungrover @The_AnuMalik #SuiDhaagaMadeInIndia @Sharatkatariya #ManeeshSharma
— Anushka Sharma (@AnushkaSharma) September 8, 2018
મોજીની ભૂમિકામાં એકવાર ફરી વરૂણ ધવન દેશી રૂપમાં જોવા મળશે. વરુણની અદાકારીને રોલને શ્રેષ્ઠ બનાવે છે. અનુષ્કા પ્રથમ વખત નોન ગ્લેમરસ લૂકમાં દેખાવ રહી છે. જોકે મમતાના રોલમાં અનુષ્કા કપડાથી ગામડાની હોય તેમ લાગી રહી છે. પરંતુ તેના ચહેરાના એક્સપ્રેશથી મેળ ખાતા નથી.
