મુંબઈ
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકામહેતાની સગાઇ 30 મી જૂનના રોજ થવાની છે. જૂન 28 ના રોજ આકાશના ઘરે એન્ટિલીયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટી દરમિયાન, એક રસ્મમાં આકાશની બહેન ઇશા અંબાણી ભાઈ એન ભાભીની આરતી કરી રહી હતી અને ત્યારે જ શ્લોકાએ ઇશાના પગે લાગી હતી. આ જોઈને, ઇશાએ તરત જ તેને ગળે મળી હતી.
https://instagram.com/p/Bkk2PzzBfU5/?utm_source=ig_embed
આપને જાણવી દઈએ કે ઇશા અને શ્લોકા બાળપણની સહિલીઓ છે. બન્નેની બોન્ડિંગ ઘણીવાર ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે.

https://instagram.com/p/BkkgjlYB9Ev/?utm_source=ig_embed
અગાઉ માર્ચમાં, આકાશએ ગોવામાં શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. આ ખુશીના પ્રસંગે અંબાણી પરિવારજનો અને મિત્રો એ હાજરી આપી હતી. ગોવાથી પરત મુંબઇ આવ્યા પછી આ પાર્ટી એન્ટિલિયામાં રાખવામાં આવી હતી, જેમાં અનેક બોલીવુડની સેલિબ્રિટીઝ પણ જોવા મળ્યા હતા.
28 મી જૂનને પ્રી એન્ગેજમેન્ટ પાર્ટીમાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, અયાન મુખર્જી, પ્રિયંકા ચોપરા અને નિક જોનાન્સ જેવા કલાકારો પાર્ટીમાં જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આકાશ અને શ્લોકા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં લગ્ન કરશે.

![]()
