લંડન,
ફેટી લીવર અથવા ઓસ્ટેસ્ટોટીસ એટલે કે લીવરમાં ફેટ જામવાને કહેવામાં આવે છે. લીવરમાં થોડી ગણી ફેટ હોવી સામાન્ય વાત છે, પરંતુ ફેટી લીવર હોવા પર લીવરના વજનનું ૫થી ૧૦ ટકા ભાગ ફેટ હોય છે. હેપોટોલોજીની સંશોધન પત્રિકામાં પ્રકાશિત ડો.યોનોસી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં સામે આવ્યું કે, દુનિયાભરમાં ૨૫.૨૪ ટકા લોકોમાં ફેટી લીવરની સમસ્યા જોવા મળી છે.
પહાડી દેશો અને દક્ષિણ અમેરિકામાં આ સૌથી વધુ જાવા મળે છે, જ્યારે આફ્રિકામાં આ સૌથી ઓછુ જોવા મળે છે. ભારતમાં પણ મેદસ્વીતાનો શિકાર લોકોમાં આ સમસ્યા સામાન્ય દેખાતી હોય છે. આ લીવરની સામાન્ય બિમારી એનએએએફએલડી છે, જેનો ૩૦થી ૪૦ ટકા ભારતીય શિકાર છે. જો કે આને તેની ટેવોમાં ફેરફાર કરીને બદલી શકાય છે. આના લક્ષણ દેખાતા નથી અને આ કોઈ સ્થાયી નુકશાન નથી કરતું.
આ વિશે જાણકારી આપતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના મહાસચિવ ડો.કેકે અગ્રવાલે જણાવ્યું કે, મેદસ્વીતા સૌથી મોટી સમસ્યા છે અને આ સાથે એનએએફએલડી અને પાચન તંત્રની ગડબડનો ખતરો પણ જાડાયેલો છે. ૫ ટકાથી ઓછુ વજન કરવુ ઘણું છે, પરંતુ આપણે ૧૦ ટકા વજન ઓછુ કરવાનું લક્ષ્યાંક રાખવુ જાઈએ, જેથી મેટાબોલિક સિન્ડ્રોમના ખતરાને ટાળી શકાય.
