મધુર ગુણકારી મધ 🧉
- મધ શરીરમાં જમા થયેલી ચરબી ને ઉતારવા માટેના હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે અને માટે જ વજન ઉતારવામાં મદરૂપ થાય છે. મધ ને હુફાળા પાણી સાથે તેમાં લીંબુ નો રસ ભેળવી ને લઈ શકાય છે .
- મધ ને વિવિધ પીણા જેવા કે ચા અને કોફી માં પણ ખાંડ ની જગ્યા એ લઈ શકાય. આમ કરવાથી શરીર માં જતી સફેદ ખાંડ નું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ.
- મધ નો ઉપયોગ વિવિધ ઉકાળા માં પણ કરી શકાય છે . 2 ચમચી આદુના રસ માં 2 ચમચી મધ ઉમેરી ને દરરોજ સવારે ખાલી પેટે લેવાથી તે લોહી શુદ્ધ કરવામાં પણ લાભદાયી છે.
- શરદી, ખાંસી, અસ્થમાં અને અપચા ની તકલીફો માં પણ 4 નાની ચમચી આદુ નો રસ , 2 નાની ચમચી મધ , 2 નાની ચમચી લીંબુ નો રસ ને પોણો કપ પાણી માં લેવાથી રાહત મળે છે.
- ઉનાળા ની ઋતુ માં મધ, તરબૂચ નો રસ, ફુદીના ના પાન , મીઠું, કાળા મરી તથા આદુ ના રસ ના મિશ્રણ ને પીવાથી ઠંડક મળે છે.
🧉 ગુણકારી મધના ફાયદા 🧉
1. મધ એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે.🧉
મધ એન્ટી ઓક્સિડન્ટ પણ છે. તે એન્ટી બોડીઝ ને ઉત્તેજિત કરે છે અને હાનિકારક માઇક્રો બિયલ પ્રવૃત્તિઓનો સામનો કરે છે. માટે જ ઘા ની સારવાર માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
2. મધ ઉર્જા આપનાર છે 🧉
મધ માં ૩૦% ગ્લુકોઝ અને ૪૦% ફ્રૂ ક્ટોઝ હોય છે. મધ એક સાદી સાકાર છે. તે સફેદ ખાંડ થી અત્યંત અલગ છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિવિધ વિટામિન અને ખનીજ તત્વો પણ આવેલા છે. માટે જ તે ઉર્જા આપનાર છે અને લોહી માં સાકાર ના સ્તર ને પણ નિયંત્રિત કરવામાં ઉપયોગી છે.
3.મધ પાચન ને સરળ બનાવે છે 🧉
મધ કબજિયાત, પેટ નું ફૂલવું , તથા ગેસ ની તકલીફો ને ઘટાડવા માં મદદ કરે છે. તેની અંદર આવેલા પ્રો બાયોટિક બેક્ટેરિયા પાચન માં સહાય કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એલર્જી માં પણ રાહત આપે છે.
4. મધ ત્વચા માટે પણ અત્યંત ગુણકારી છે.🧉
મધ ત્વચા ને મુલાયમ બનાવે છે. તેમાં આવેલી એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી સેપ્ટિક તથા એન્ટી બેક્ટેરિયલ ગણવત્તા ઓ ને લીધે તે ખીલ જેવી સમસ્યા ઓ મા પણ ઉપયોગી છે.
1 ચમચી મધમાં 2 ચમચી કોપરા નું તેલ ઉમેરી ને ચહેરા ઉપર હળવા હાથે મસાજ કરવો અને ત્યાર બાદ ઠંડા પાણી થી ચહેરો સાફ કરવો. મધ ચહેરા પર ના ખીલ ના ડાઘ ને પણ તે દૂર કરે છે. તડકા માં વધુ સમય રહેવાથી ત્વચા જો શ્યામ પડી ગઈ હોય તો પણ મધ ડેમેજ ત્વચા ને રિપેર કરવામાં ખૂબ ઉપયોગી છે. વધતી જતી ઉંમર ની સાથે ચહેરા પર થતી કરચલીઓ ને પણ મધ ઓછી કરે છે. મધ ને દહીંમાં ભેળવી ચહેરા ઉપર લગાવવા થી ત્વચા સુંદર બને છે.
5. મધ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે. 🧉
મધ ને હુફાળા પાણી માં ઉમેરી ને લેવાથી હિમોગ્લોબીન નુ પ્રમાણ વધે છે. આર્યન ની ઉણપ થી એનિમિયા જેવી સ્થિતિ ઉદ્ભવે છે. જેના લીધે ઓકસીજન ની માત્રા વિવિધ અંગો સુધી ઓછી પહોંચે છે જેથી થાક, શ્વાસ માં તકલીફ અને ડિપ્રેશન જેવી સમસ્યા ઓ થાય છે. મધ નું સેવન કરવાથી આ તકલીફો માં રાહત મળે છે.
આમ વિવિધ ગુણો થી સભર એવા મધ નો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો ઘણો જ લાભદાયી છે.
હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની
આ પણ વાંચો- માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો- લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો- ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો- કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો- આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
