pregnancy/ ગર્ભાવસ્થા દરમિયાન કેવી ઊંઘતી વેળા કેવી તકેદારી રાખવી જોઈએ

ગર્ભાવતી મહિલાઓને શરૂઆતમાં ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં સીધા અથવા બાજુ પર સૂઈ શકો છો કારણ કે આ સમય દરમિયાન પેટનું વજન વધારે નથી હોતું. પરંતુ બીજા અને ત્રીજા મહિનામાં આ રીતે સૂવું મુશ્કેલ હોઈ શકે……

Lifestyle Health & Fitness

Health News: ગર્ભાવસ્થાના દરમિયાન સ્ત્રીના શરીરમાં અનેક ફેરફારો થતા હોય છે. તે સમય સ્ત્રી નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે. આ સમયગાળા દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. સૂતી વખતે અને જાગતી વખતે તે ખાસ કરીને મુશ્કેલી પડતી હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓના મનમાં વારંવાર આ પ્રશ્ન થતો હોય છે કે પ્રેગ્નેન્સી દરમિયાન તેમને કઈ સ્થિતિમાં અથવા કઈ બાજુ સૂવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી જે બાજુ પર સૂવે છે તેની સીધી જ અસર ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. આવી સ્થિતિમાં ગર્ભાવતી મહિલાઓને શરૂઆતમાં જ સૂવાની યોગ્ય સ્થિતિ અપનાવવી જોઈએ.

પ્રેગ્નન્સીના પ્રથમ 3 મહિનામાં કેવી રીતે સૂવું જોઈએ

ગર્ભાવતી મહિલાઓને શરૂઆતમાં ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં સીધા અથવા બાજુ પર સૂઈ શકો છો કારણ કે આ સમય દરમિયાન પેટનું વજન વધારે નથી હોતું. પરંતુ બીજા અને ત્રીજા મહિનામાં આ રીતે સૂવું મુશ્કેલ હોઈ શકે છે. ઉપરાંત, પીઠ પર સૂવાથી ગર્ભાશય પર દબાણ આવતો હોય છે , જેના કરાણે બાળક માટે નુકસાનકારક સાબિત હોઈ શકે છે.

 

ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા મહિનામાં ઊંઘની સ્થિતિ અને ચોથા મહિનાથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં ડાબી બાજુ પર સૂવું જોઈએ તેથી બાળક અને માતા બંનેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ લેવલમાં રહે છે તેમજ બાળકને યોગ્ય માત્રામાં ઓક્સિજન પણ મળે છે, જેનાથી બાળક સ્વસ્થ રહે છે.

કેવી રીતે સૂવું જોઈએ

ડાબી બાજુ સૂતી વખતે મહિલાઓને તેના પગ અને ઘૂંટણને વાળેલા રાખવા જોઈએ. જો તમે ઇચ્છો તો, તમે તમારા પગ વચ્ચે ઓશીકું પણ મૂકી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર