Not Set/ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું – ભાજપે રૂપિયા આપીને MLAને ખરીદ્યા

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હવે થોડાક દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકબીજાને આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ સમયે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ હવે થોડાક દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એકબીજાને આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ સમયે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, પેટા ચૂંટણીએ ભાજપની દેન છે અને તેઓએ ભાજપે રૂપિયા આપીને ધારાસભ્યોને ખરીદ્યાં છે.

અમિત ચાવડાએ કહ્યું, ભાજપના નેતાઓએ મતદારોના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. ગદ્દારોને પણ પ્રજા જવાબ આપશે. પ્રજા આ વિશ્વાસઘાતનો જવાબ આપશે.. ‘ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત’ અભિયાન. ભાજપે ભરતી પ્રક્રિયામાં યુવાનોની મજાક ઉડાવી છે. સરકારે ગુજરાતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.’

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું, તમામ મુદ્દે ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાતની તમામ 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે..