Dharma & Bhakti/ મા દુર્ગાના નવ સ્વરુપનું વર્ણન, જાણો ઘટ સ્થાપન અને ગરબી વિદાયનું મુહૂર્ત…

આસો સુદ એકમથી લઇને નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. પરંતુ આ વખતે વર્ષ 2025 માં દસ દિવસ સુધી…

Trending NAVRATRI 2025 Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: આ વર્ષે શરદ ઋતુના અશ્વિન માસનો પ્રારંભ નવરાત્રિની  શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. આ વર્ષે શારદીય નવરાત્રિ ( Shardiya Navratri) પૂરા દસ દિવસ (10 Days) સુધી રહેશે. જેથી ભક્તો અને ખેલૈયાઓ અતિ ઉત્સાહમાં છે.

આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. પરંતુ આ વખતે વર્ષ 2025 માં દસ દિવસ સુધી નવરાત્રિ (Navratri) ઉજવાશે. માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે.

નવદુર્ગા (Nav Durga) હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાના દેવી છે. એમનાં નવ સ્વરૂપ (Nine Forms) માનવામાં આવ્યા છે. આ નવ સ્વરૂપો આ પ્રમાણે છે:

દેવી દુર્ગાના નવ સ્વરુપ

નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચ (Devi Kavach)માં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે:

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી ।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્ ॥

પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્ ॥

નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા: ।
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥

માતાજીના નવ સ્વરુપોના નામ

1. શૈલપુત્રી

2. બ્રહ્મચારિણી

3. ચન્દ્રઘંટા

4. કૂષ્માંડા

5. સ્કન્દમાતા

6. કાત્યાયની

7. કાલરાત્રિ

8. મહાગૌરી

9. સિદ્ધિદાત્રી

નવરાત્રિ પ્રારંભ તિથિ

આ વર્ષે નવરાત્રિનો પ્રારંભ તારીખ 22-9-2025 (22 September)ના રોજ સોમવાર (Monday)થી થશે.

આ દિવસે તિથિ રહેશે, આસો સુદ એકમ વિક્રમ સંવત 2081 તથા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે અને ચંદ્ર કન્યા રાશિ માં રહેશે.

ઘટ સ્થાપન મુહૂર્ત

નવરાત્રિના ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત (Sthapan Shubh Mahurat) સવારે 9:28 A.M. થી 10:58 A.M. સુધીનું રહેશે.

ગરબી વિદાય તિથિ

ગરબી વિદાય 1-10-2025 ના રોજ બુધવારે (Wednesday) થશે. આ દિવસે તિથિ રહેશે આસો સુદ નોમ, વિક્રમ સંવત 2081 તથા નક્ષત્ર રહેશે પૂર્વાષાઢા અને ચંદ્ર ધનુ રાશિ માં રહેશે.

ગરબી વિદાય મુહૂર્ત

ગરબી વિદાય (Garbi Viday)નું લાભ મુહૂર્ત 3:27 A.M. થી 4:57 A. M. સુધીનું રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જયોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:

આ પણ વાંચો: