Lifestyle/ માત્ર 10 જ મિનિટમાં બનાવો લસણ અને લીલા મરચા નું સ્વાદિષ્ટ અથાણું! ફટાફટ ઇન્સ્ટન્ટ રેસિપી…

ચટણી અને અથાણું, કોઇ પણ સાદા ભોજનની પણ રંગત વધારી દે છે. લસણ અને લીલા મરચાં નું અથાણું ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે…

Trending Food Lifestyle

Lifestyle: ઠંડીની મોસમ, શિયાળો (Winter) શરુ થઇ ગયો છે અને આવામાં રસોઇમાં લસણ (Garlic)નો પ્રયોગ વધી જાય છે! લસણ અને લીલા મરચાં નું અથાણું (Garlic-Green Chilly Pickle) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે. એને બનાવવાની વિધિ પણ ઘણી જ સરળ છે. તો ચાલો જાણીએ એની આસાન રેસિપી…

ચટણી અને અથાણું, કોઇ પણ સાદા ભોજનની પણ રંગત વધારી દે છે. લગભગ દરેક સિઝનમાં તમામ ઘરોમાં જુદા-જુદા અથાણાં બનતા જ હોય છે. શિયાળાની ઠંડીની ઋતુમાં ભાત-ભાતના અથાણા ખવાતા હોય છે અને અથાણાનું નામ પડતાવેંત મોંમાં પાણી આવી જાય છે. કમાલની વાત તો એ છે કે અમે જે ફટાફટ અથાણાની રેસિપી (Instant Athana Recipe) તમારા માટે લઇને આવ્યા છીએ એ બનાવવાનું અત્યંત સરળ છે અને તમે એને કુલ મળીને 20 મિનિટની અંદર રેડી કરી શકો છો. આ અથાણું તમે રોટલી કે પરોઠા સાથે ખાઇ શકો છો. તો ચાલો જાણીશું લસણ-લીલા મરચાંના સ્વાદિષ્ટ અથાણાની રેસિપી…

શી રીતે બનાવશો લસણ-લીલા મરચા નું અથાણું?

સામગ્રી

100 ગ્રામ લીલા મરચાં

50 ગ્રામ લસણ

1/2 કપ સરસવનું તેલ

2 ચમચી રાઇ

1 ચમચી વરિયાળી

1 ચમચી આખા ધાણા

1/2 ચમચી જીરું

1/2 ચમચી અજમો

1/2 ચમચી મેથીના દાણા

1/2 ચમચી હળદર

1 ચમચી લાલ મરચું

1/2 ચમચી કલૌંજી

સ્વાદાનુસાર મીઠું

ચપટી હીંગ

1 ચમચી વિનેગર

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ મસાલો તૈયાર કરવો. એ માટે, એક પૅનમાં રાઇ, વરિયાળી, આખા ધાણા, જીરું, અજમો અને મેથીદાણા નાખીને ધીમા તાપે શેકી લેવા.

2. આ મિશ્રણની સુગંધ આવે એટલે ગૅસ બંધ કરીને હલાવતા રહેવું અને એક પ્લેટમાં કાઢી લેવું.

3. ઠંડુ કરીને એક મિક્સરમાં અધકચરું વાટી લેવું.

4. એક મોટા વાસણમાં સમારેલા લીલા મરચા અને લસણ લઇને એમાં વાટેલા મસાલા, હળદર, લાલ મરચું, મીઠું, કલોંજી અને હીંગ ઉમેરીને સારી રીતે મિક્સ કરવું.

5. હવે એક વઘારિયામાં ધુમાડો નીકળે ત્યાં સુધી સરસિયા (Mustard Oil)ને ગરમ કરવું. પછી ગૅસ બંધ કરીને તેલને નવશેકું થવા દેવું.

6. હવે આ તેલને લસણ-લીલા મરચાના મિશ્રણ ઉપર રેડવું અને સારી રીતે હલાવી લેવું.

7. જો તમે આ અથાણાને લાંબો સમય રાખવા માગતા હો તો એમાં વિનેગર (Vinegar,સરકો) પણ ભેળવી શકો છો.

સ્ટોર શી રીતે કરશો?

તૈયાર છે તમારું લસણ-લીલા મરચાંનું સ્વાદિષ્ટ અથાણું! એને એક ડ્રાય અને એરટાઇટ કાચની બરણી કે જાર (Airtight Container)માં ભરીને સ્ટોર (Store) કરવું. આ ઇન્સન્ટ અથાણું ખાવા માટે રેડી છે. તમે 15-20 દિવસ સુધી એને ફ્રિઝમાં રાખીને વાપરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો: લસણની ચટણીમાં આ 1 વસ્તુ ઉમેરી દો, ભોજનનો સ્વાદ વધી જશે