Entertainment News/ “ઘર વાપસ આ ગઈ”….ઈશા ગુપ્તાની પોસ્ટ…યુદ્ધની મધ્યમાં એ શી રીતે ભારત પરત ફરી?

Isha Gupta (ઈશા ગુપ્તા) ના જણાવ્યા પ્રમાણે એણે પ્રાર્થના કરી હતી કે, ભગવાન એને સલામત રાખશે. હવે ખુશીની વાત એ છે કે, એ ભારત પાછી આવી ગઈ છે…

Trending Entertainment
Isha Gupta, ઈશા ગુપ્તા, બોલીવુડ, ભારત, UAE

Entertainment News: યુએસ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરી, શનિવારથી ચાલુ યુદ્ધ નો સંઘર્ષ રોકાવાનું નામ નથી લઇ રહ્યો! આ સંજોગોમાં કેટલાયે ભારતીય સેલિબ્રિટીઝ UAE માં ફસાઇ ગયા હતા…આમાંથી એક હતી ઈશા ગુપ્તા! આ બોલીવુડ એક્ટ્રેસ (Isha Gupta, Bollywood Actress) અબૂધાબીમાં હતી અને ઘરે પાછા ફરવાની કોશિશ કરી રહી હતી.

Isha Gupta, ઈશા ગુપ્તા, બોલીવુડ, ભારત, UAE

એણે પોતાની આપવીતી ઈન્સ્ટાગ્રામ પર જણાવીને આ એક ડરામણો સમય હોવાનું લખ્યું હતુ! અને સાથે પ્રાર્થના કરી હતી કે ભગવાન એને સલામત રાખશે. હવે ખુશીની વાત એ છે કે, એ ભારત (India) પાછી આવી ગઈ છે.

Isha Gupta, ઈશા ગુપ્તા, બોલીવુડ, ભારત, UAE

ઈશા ગુપ્તા (Isha Gupta) ભારત પરત ફરી

ઈશાએ પોતાના ઇન્સ્ટા પ્રોફાઇલ (Instagram Post) પર ફેન્સને આ ખુશખબર આપ્યા હતા. એણે એરલાઇન્સ, UAE સરકાર અને હોટલના સ્ટાફનો મદદ માટે આભાર પણ માન્યો. એક્ટ્રેસ દ્વારા એક લાંબી નોટ શેર કરવામાં આવી છે જેમાં એણે લખ્યું છે કે, “ઘરે પાછી આવી ગઇ છું…બધાને એમની પ્રાર્થનાઓ અને શુભકામનાઓ માટે ધન્યવાદ…જે સ્થિતિમાં અમે બધા હતા એ ઘણી કપરી હતી. સાચે જ ભગવાનની કૃપાથી સુરક્ષિત રહ્યાં…આ બધુ જ 28 ફેબ્રુઆરીએ શરુ થયું હતુ, જ્યારે હું એરપાર્ટ પર હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં એરપાર્ટ બંધ થઇ ગયું…ચારે તરફ અફરા-તફરી મચી ગઈ…”

“કારણ કે, કોઈને પણ ખબર નહતી કે શું થયું છે! પછી તો મિસાઈલ એટેક (Missile Attack)ના સમાચારો આવવા લાગ્યા અને કોઇને પણ એ નહોતી ખબર કે આગલી ક્ષણે શું થવાનું છે….અજાણ્યા લોકો એક-બીજાને સાંત્વના આપી રહ્યાં હતી, બધા જ પોતાના ઘરના (સભ્યો)ને ફોન કરી રહ્યાં હતા…”

Isha Gupta, ઈશા ગુપ્તા, બોલીવુડ, ભારત, UAE

ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ સિક્યોરિટીએ તરત જ એક્શન લીધા

એણે આગળ લખ્યું, “અહિં હું એ અવશ્ય જણાવવા ઇચ્છું છું કે, મેં જે જોયું એ દેશની તાકાત હતી. અમે અબૂ ધાબી એરપોર્ટ (Abu Dhabi Airport) પર હતા. ભલે ને અમે બધા આવી સ્થિતિમાં એક સાથે હતા…પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ સિક્યોરિટીએ તરત જ એક્શન લીધા અને સમગ્ર સમય દરમિયાન શાંતિપૂર્વક કામ કર્યું! મેં ત્યાં સુધી જાતે ચેક-ઇન નહતું કર્યુ, આથી હું પાછી અબૂ ધાબીની મારી હોટલમાં ચાલી ગઇ હતી.”

આ પછી ઈશાએ એ કહાણીઓ સંભળાવી છે, જે એ રાત્રે હોટલમાં મળેલા લોકો પાસેથી એણે જાતે સાંભળી હતી.

Isha Gupta, ઈશા ગુપ્તા, બોલીવુડ, ભારત, UAE

ઈરાને ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ નિશાન બનાવ્યું

ઈશા ગુપ્તા સહીસલામત પોતાના ઘરે પાછી ફરી છે. ફેન્સ સહિત અભિનેત્રીના પરિવારે પણ રાહતનો શ્વાસ ખેંચ્યો છે. ઈરાને ઇઝરાયલ ની સાથોસાથ UAE પર પણ અનેક સ્થળોએ મિસાઇલ વરસાવ્યા હતા જે પૈકી એક અબુ ધાબીનું ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ સામેલ છે. આ પછી તમામ ઉડ્ડયનો રદ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં લિમિટેડ ફ્લાઇટ્સને જ ઉડવા દેવાઇ રહી છે.


આ પણ વાંચો: શું થલાપતિ વિજયના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવશે? પત્ની સંગીતાએ કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી

આ પણ વાંચો: ધડાકાના અવાજો ડરાવી રહ્યાં હતા..! દુબઇમાં વસેલી ‘કસૌટી જીંદગી કી 2’ ની એક્ટ્રેસે ઠાલવી વ્યથા…

આ પણ વાંચો: લગ્ન બાદ હાથમાં હાથ નાખી એરપોર્ટ પર જોવા મળ્યા વિજય-રશ્મિકા! PM મોદીને રિસેપ્શનનું આમંત્રણ