Sabarkantha News/ BLOની ફરજ સોંપાતા સાબરકાંઠામાં શિક્ષકોમાં અસંતોષ, કરી મુક્તિની માંગ

શિક્ષકોને SIRની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે

Gujarat Others

Sabarkantha News : BLOની ફરજ સોંપાતા સાબરકાંઠામાં શિક્ષકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વધારાના કામથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે.,એમ શિક્ષકોનું કહેવું છે. કામગીરીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની દલીલ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, SIRની કામગીરી 7 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે શિક્ષકોને SIRની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.

સાબરકાંઠામાં શિક્ષકોને BLO તરીકે ફરજ સોંપવામાં આવી છે, જે અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે. 04/11/2025 થી 04/12/2025 સુધીની SIR પ્રક્રિયા શિક્ષકો માટે બોજારૂપ છે,એમ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે જણાવ્યું હતું. 7 ડિસેમ્બર સુધી ONLINE/ઓફલાઇન કામગીરી પૂર્ણ કરવાની ફરજ પાડવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવા માંગણી કરવામાં આવી છે.

BLOને કામગીરી પડી રહી છે, તે અંગે રજૂઆત કરવામાં આવી છે,એમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ઉપાધ્યક્ષ અર્ચના પુરોહિતે જણાવ્યું હતું. ખાસ કરીને માતૃશક્તિને ખુબ જ તકલીફો વેઠવી પડી રહી છે. શાળા કાર્ય સમયે અને બાદ પણ આ કામગીરી કરવાના કારણે તકલીફ પડી રહી છે. જેથી આ કામગીરીમાં શિક્ષક સાથે અન્ય કેડરોને પણ જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ શિક્ષકો સાથે થઈ રહેલો અન્યાય છે. આ સાથે ધરપકડ ઈશ્યુ કરવામાં આવે છે, તે પણ બંધ કરવામાં આવે તેવી માંગ શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવી છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ સંજય પટેલે જણાવ્યું હતું કે, BLO અને સુપરવાઈઝર તરીકે કામ કરતા શિક્ષકો માટે જ્યારે SIRની કામગીરી શરૂ થઈ તે પહેલા અમે વિવિધ સ્તરે રજૂઆત કરી છે. આજે પણ વોરંટ પ્રથા રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. શિક્ષક સિવાયની કેડરને પણ આ અંગેની જવાબદારી સોંપવામાં આવે તેવી પણ ચૂંટણી અધિકારી સમક્ષ માંગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન

આ પણ વાંચો: MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ

આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી