Lifestyle News/ શું તમારો સંબંધ પણ તૂટવાની અણી પર છે? તો ગભરાશો નહીં, આ 5 ટિપ્સ તમારા પ્રેમને ફરીથી જીવંત કરી દેશે

દરેક સંબંધ (Relationship) માં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ નાની બેદરકારી તેને તોડી શકે છે. શું તમે પણ તમારા સંબંધને લઈને ચિંતિત છો? વાંચો વિગતવાર.

Trending Tips & Tricks Lifestyle Relationships
Relationship

Relationship Tips: કોઈપણ સંબંધ કાચ જેવો નાજુક હોય છે. શરૂઆતમાં બધું જ સુંદર લાગે છે – એકબીજા માટે સમય કાઢવો, કલાકો સુધી વાતો કરવી અને રોમાન્સ. પરંતુ જેમ જેમ સમય વીતે છે, તેમ વ્યસ્ત જીવનશૈલી અને જવાબદારીઓ વચ્ચે પ્રેમ ક્યાંક ખોવાઈ જાય છે.

નાની ગેરસમજણો મોટા ઝઘડાનું રૂપ લે છે અને વાત ‘બ્રેકઅપ’ કે ‘ડિવોર્સ’ સુધી પહોંચી જાય છે. જો તમે પણ આવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ, તો હાર માનશો નહીં. સંબંધ તોડવો સહેલો છે, પણ તેને નિભાવવો મુશ્કેલ છે.

આજે  તમને એવી 5 સરળ રીતો જણાવીશું જેનાથી તમે તમારા સંબંધમાં ફરીથી પહેલા જેવો પ્રેમ અને વિશ્વાસ જગાડી શકશો.

Relationship

મૌન તોડો, ખુલીને વાત કરો (Open Communication)

મોટાભાગના સંબંધો (Relationship) તૂટવાનું મુખ્ય કારણ ‘વાતચીતનો અભાવ’ (Lack of Communication) હોય છે.

શું કરવું: મનમાં ને મનમાં ઘૂટાવાને બદલે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો. જો તમને કોઈ વાતનું દુઃખ લાગ્યું હોય તો સ્પષ્ટ કહો. મૌન રહેવાથી ગેરસમજ વધે છે, જ્યારે સંવાદ સેતુ બાંધવાનું કામ કરે છે. યાદ રાખો, તમારા પાર્ટનર તમારું મન નથી વાંચી શકતા, તમારે બોલવું પડશે.

 

‘ક્વોલિટી ટાઈમ’ આપવો જરૂરી (Spend Time Together)

કામ અને જવાબદારીઓ તો ચાલ્યા જ કરશે, પણ સંબંધ માટે સમય કાઢવો જરૂરી છે.

શું કરવું: અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ કે થોડા કલાકો માત્ર એકબીજા માટે ફાળવો. આ સમય દરમિયાન મોબાઈલ બાજુ પર મૂકી દો. સાથે મૂવી જુઓ, લોન્ગ ડ્રાઈવ પર જાઓ કે પછી માત્ર બેસીને ચા પીતા પીતા વાતો કરો. આ નાની ક્ષણો સંબંધમાં ઓક્સિજન પૂરવાનું કામ કરે છે.

Relationship

લાગણીઓનો આદર કરો (Respect Feelings)

ઘણીવાર આપણે પાર્ટનરની ચિંતા કે સમસ્યાને “આ તો નાની વાત છે” કહીને ઉડાવી દઈએ છીએ. આ સૌથી મોટી ભૂલ છે.

શું કરવું: દરેક વ્યક્તિની વિચારસરણી અલગ હોય છે. જ્યારે તમારો પાર્ટનર પોતાની લાગણી વ્યક્ત કરે, ત્યારે તેને ધ્યાનથી સાંભળો અને સમજો. જ્યારે તેમને લાગશે કે તમે તેમની લાગણીઓની કદર કરો છો, ત્યારે તેઓ આપોઆપ તમારી નજીક આવશે.

Relationship

સંબંધમાં રોમાન્સ પાછો લાવો (Relationship)

લગ્ન કે સંબંધને લાંબો સમય થઈ જાય એટલે આપણે વ્યક્ત કરવાનું છોડી દઈએ છીએ.

શું કરવું: પાર્ટનરને ખાસ હોવાનો અહેસાસ કરાવો. કોઈ કારણ વગર એક ગુલાબ આપો, તેમના માટે સરપ્રાઈઝ ડિનર પ્લાન કરો, પર્સમાં એક પ્રેમભરી ચિઠ્ઠી મૂકો અથવા દિવસમાં એકવાર પ્રેમથી “I Love You” કહો. આ નાના પ્રયાસો જ સંબંધમાં જાદુઈ અસર કરે છે.

Relationship

કાઉન્સેલરની મદદ લેવામાં શરમ ન રાખો (Seek Help)

જો તમારા પ્રયત્નો છતાં ઝઘડા બંધ ન થતા હોય અને વાતચીતથી ઉકેલ ન આવતો હોય.

શું કરવું: કોઈ પ્રોફેશનલ મેરેજ કાઉન્સેલર કે રિલેશનશિપ એક્સપર્ટની મદદ લો. ઘણીવાર કોઈ તટસ્થ (Neutral) ત્રીજી વ્યક્તિ આપણને એવી વાતો સમજાવી શકે છે જે આપણે ગુસ્સા (Angree)માં જોઈ શકતા નથી. મદદ માંગવી એ નબળાઈ નથી, પણ સંબંધ (Relationship) બચાવવા માટેની મજબૂતી છે.

કોઈપણ સંબંધ (Relationship) પરફેક્ટ નથી હોતો, તેને પરફેક્ટ (Perfect)બનાવવો પડે છે. થોડી સમજણ, થોડો ત્યાગ અને થોડો પ્રેમ – બસ આટલું જ કાફી છે તૂટતા સંબંધ (Relationship) ને બચાવવા માટે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો

આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ

આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?