Israel and Iran War/ ઈઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાન પર કર્યો હુમલો, ચીફ ઓફ સ્ટાફનું અવસાન થયાનો દાવો

સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યાં છે કે ઈરાન તેનો જવાબ આપશે અને ગત વર્ષની જેમ મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઈલ છોડશે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

Top Stories World Breaking News

Tel Aviv News: ઈરાનની રાજધાની તેહરાનમાં ઈઝરાયેલે હુમલો કર્યાનું સામે આવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમના દેશના ફાઇટર જેટ્સે ઈરાન પર હુમલો કર્યો છે. વિદેશી અહેવાલો અનુસાર, ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરીનું અવસાન થયું છે. તહેરાન પર થયેલ હુમલામાં ઈરાને પ્રતિક્રિયા આપી છે.

ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી

સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યાં છે કે ઈરાન તેનો જવાબ આપશે અને ગત વર્ષની જેમ મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઈલ છોડશે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં બદલો લેવાનો હુમલો થવાની શક્યતા છે. જેરુસલેમ અને અન્ય શહેરોમાં સાયરન વાગી રહ્યા છે. તેહરાનમાં લોકોએ કહ્યું કે તેમણે જોરદાર વિસ્ફોટો સાંભળ્યા. ઈરાની એક અધિકારીએ કહ્યું કે તેમના ફાઇટર જેટ ઈઝરાયલી વિમાનોને રોકવા માટે દોડી આવ્યા હતા. મોહમ્મદ જમાલી નામના એક વ્યક્તિએ કહ્યું કે તેણે ચિત્ગર તળાવ નજીક છત પરથી નજીકના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરતા બે ઊંચા ઉડતા જેટ જોયા.

ઈરાને હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું, યાદ રાખો, અમે શરૂઆત કરી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાઝામાં યુદ્ધવિરામ બદલ ઈઝરાયેલે ભારતનો આભાર માન્યો