Jamnagar News/ જામનગરમાં ઇન્દોરવાળી થવાનો ડરઃ ઝાડાઉલ્ટીના કેસ લઈ તંત્ર દોડતું થયું

જામનગરમાં ઇન્દોરવાળી થવાનો ડર પેદા થયો છે. જામનગરના ધરારનગરમાં ઝાડા-ઉલ્ટીના કેસને લઈને તંત્ર દોડતું થયું છે. શનિવારે ઝાડા ઉલ્ટીના કેસમાં એકસાથે નોંધપાત્ર વધારો થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આરોગ્ય તંત્ર ખડેપગે થઈ ગયું હતું.

Top Stories Gujarat Others Breaking News
જામનગર

Jamnagar News: જામનગરમાં ઇન્દોરવાળી થવાનો ડર પેદા થયો છે. જામનગરના ધરારનગરમાં ઝાડા-ઉલ્ટીના કેસને લઈને તંત્ર દોડતું થયું છે. શનિવારે ઝાડા ઉલ્ટીના કેસમાં એકસાથે નોંધપાત્ર વધારો થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આરોગ્ય તંત્ર ખડેપગે થઈ ગયું હતું.

મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશ્નર અને આરોગ્ય અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત મનપા વિભાગની 20 જેટલી ટીમો વિસ્તારમાં સરવે કરવા પહોંચી હતી. વિસ્તારમાં સ્થાનિક તંત્રની ટીમે પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. તપાસ દરમિયાન તંત્રએ રોગચાળાના કારણ શોધવા માટે પાણીની લાઇનો ચેક કરી હતી. આ ઉપરાંત સ્થાનિકો પાસેથી નિવેદન લેવાયા હતા, જેમા સ્થાનિકોએ જણાવ્યું હતું કે દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવે છે. સ્થાનિકોના આ નિવેદનોના પગલા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

આના પગલે પાણી વિતરણ કરતી પાઇપલાઇનના જોડાણની પણ તપાસ કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે મનપા દ્વારા ગંદુ પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું હતું. ગંદુ પાણી પીવાના કારણે ઝાડા ઉલ્ટીની સમસ્યા સર્જાઈ હતી. આના પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેનો જળ વિભાગ તથા આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે.


આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત

આ પણ વાંચો: જામનગરના જાણીતા ઉદ્યોગપતિની આત્મહત્યા, શહેરમાં મચી ચકચાર

આ પણ વાંચો: જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત