National News/ ભારત-અમેરિકા વેપાર કરાર અંગે ઉઠેલા આરોપોને પિયૂષ ગોયલે નકારી કાઢ્યા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે કરાર અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે ખેડૂતોના હિતો, ઊર્જા વ્યૂહરચના અને સાર્વભૌમ અધિકારો અંગે ઉઠેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

NATIONAL
Piyush Goyal

ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડીલને લઈને ચર્ચાઓમાં તેજ બની છે. આ કરાર અંગે ઉઠેલા પ્રશ્નો પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે (Piyush Goyal)પોતાની સ્પષ્ટ વાત રજૂ કરી છે. ટ્રેડ ડીલના બહાને ભારતે તેના સાર્વભૌમ અધિકારો સાથે સમજૂતી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગોયલે આવા આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, “આવી વાતો કરનારાઓ હકીકતથી અજાણ છે. આ ટ્રેડ ડીલ તો બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સહકારનું પરિણામ છે.”

ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

પિયૂષ ગોયલે (Piyush Goyal) જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ભારતના ખેડૂતો અને ઉત્પાદકોના હિતોને સંપૂર્ણ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત તરફથી માંસ, પોલ્ટ્રી કે GM ફૂડ્સ તથા તેના ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવી નથી. સાથે જ સોયાબીન ખોળ, મકાઈ, ચોખા અને ઘઉં જેવા મુખ્ય અનાજ તેમજ જુવાર, બાજરી અને રાગી જેવા પાકોને પૂરતી સુરક્ષા આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉગાડવામાં આવતા ફળો જેમ કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, મગની દાળ, તેલીબિયાં, મગફળી અને મધ જેવા ઉત્પાદકો પર કોઈ સમજૂતી થઈ નથી. આ બધા ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો છે અને તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી.

અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં: પિયૂષ ગોયલ

અમેરિકાથી ક્રૂડ ઓઈલ અથવા LNG ખરીદવા અંગે ઉઠેલા મુદ્દે પિયૂષ ગોયલે (Piyush Goyal) જણાવ્યું કે આ નિર્ણય ભારતની લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજના સાથે જોડાયેલો છે. આવા પગલાંથી ઊર્જા પુરવઠાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાનું શક્ય બને છે. તેમ છતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે કઈ કંપની કયા દેશથી તેલ ખરીદશે, તે અંગેનો અંતિમ નિર્ણય સંબંધિત કંપનીઓ પોતે જ લે છે. વેપાર કરારનો મુખ્ય હેતુ તો વેપારના માર્ગોને વધુ સરળ, સુગમ અને અસરકારક બનાવવાનો જ છે.

પિયૂષ ગોયલે (Piyush Goyal) જણાવ્યું કે કોઈપણ દેશ સાથે વેપાર કરાર અંગેની ચર્ચાઓ ખૂબ જ ગંભીર અને વ્યાપક સ્વરૂપની હોય છે. આ ચર્ચાઓ દરમિયાન દરેક મુદ્દાને સૂક્ષ્મ રીતે તપાસવામાં આવે છે અને લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આવી પ્રક્રિયામાં સમય અને સહનશક્તિ બંને જરૂરી હોય છે, તેથી કોઈપણ પ્રકારની ઉતાવળ યોગ્ય નથી. આ કારણે તેઓ વારંવાર કહે છે કે, “આપણે આગળ વધવું જોઈએ, પરંતુ ઉતાવળ કર્યા વગર.


આ પણ વાંચો:પિયૂષ ગોયલ પહોંચ્યા અમદાવાદ, સીએ અને ડોક્ટર્સ સાથે કરશે બેઠક

આ પણ વાંચો:ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં PLI સ્કીમને મોદી સરકારની મંજૂરી, 2.5 લાખને મળશે રોજગાર

આ પણ વાંચો:ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન, પીયુષ ગોયલે કહ્યું “ દરેક ભારતીયને ગર્વ થશે”