India–US Trade Deal/ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન, પીયુષ ગોયલે કહ્યું “ દરેક ભારતીયને ગર્વ થશે”

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ કેન્દ્ર સરકારનું પહેલું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલે કહ્યું કે આ ટ્રેડ ડીલથી કોઈ ક્ષેત્રના હિતોને નુકસાન નથી થયું અને આ કરાર પર દરેક ભારતીયને ગર્વ થશે.

Top Stories India
Trade deal

Trade deal: અમેરિકા દ્વારા ટ્રેડ ડીલની (Trade Deal) જાહેરાત કરી છે. જેને લઈને દરેક ભારતીયોમાં ગર્વ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ (Trade Deal) પર ભારત સરકારનું પહેલું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. આજે કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતુ કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે.

Trade Deal us and ind
Trade Deal us and ind

તેમને વધુમાં કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે. સાથે જ તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માંગે છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં બહુ મહેનત લાગતી હોય છે. સાથે જ લાખો લોકોને રોજગાર આપે છે. આ નિર્ણયથી બધા ખુશ છે. સાથે જ તેમને ડોનાલ્ડ ટ્રંપનો આભાર માન્યો અને કહ્યું PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું.

પિયૂષ ગોયલે કહ્યુ કે ભારતને અમેરિકા સાથે સારો કરાર મળ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્યક્તિગત સંબંધ મજબૂત છે. તેમણે કહ્યુ કે હજીપણ ડીલની (Trade Deal) પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થયા બાદ બંને દેશ તરફથી સંયુક્ત નિવેદન જાહેર થશે. તેમણે આ બહાને વિપક્ષ પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો અને એ વાત પર ખીજ કાઢી કે વિપક્ષ આવું કેમ કહી રહ્યો છે કે આ ડીલ (Trade Deal) અને ટેરિફના ઘટાડાની ઘોષણા પણ વોશિંગ્ટનમાં અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી.

Trade deal: અમેરિકાએ ટેરિફ લગાવ્યો, તેને હટાવ્યો

પિયૂષ ગોયલે કહ્યુ કે અમેરિકાએ જ ટેરિફ લગાવ્યો હતો અને હવે તેણે ઘટાડયો છે. માટે ત્યાંથી જ તેનું એલાન પણ થયું. તેમાં સરકાર તરફથી કમી ક્યાં રહી? તેમણે કહ્યુ કે આ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પડાવ છે. તેમણે આ ડીલની ટીકા બદલ વિપક્ષ,ખાસ કરીને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને સવાલ કર્યો કે શું કૉંગ્રેસ નેતાને દેશની પ્રગતિથી મુશ્કેલી છે. પિયૂષ ગોયલે આ દાવા પર રાહુલ ગાંધીની ટીકા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દબાણમાં આવીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સ્વીકારી લીધી છે.


આ પણ વાંચો:અમેરિકાના ખેડૂતોને માલામાલ કરશે ભારત, US સચિવના દાવાએ સૌને ચોકાવ્યા, ભારતે આપ્યો જવાબ

આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી

આ પણ વાંચો:ટ્રેડ વોરમાં ભારતને રાહત: અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, જાણો શું છે નાણામંત્રીનો ઈશારો